શ્રાધમાં બનાવો કુકરમાં દૂધપાક એ પણ સૌથી સરળ અને પરફેક્ટ રીત થી|Dudh Pak | Dudhpak Recipe | દૂધપાક

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું દૂધપાક જનરલી દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધ માં તો આ દરેકના ત્યાં બનતો જ હોય ટ્રેડિશનલ જે દૂધપાક બને છે એ મોટી તપેલીમાં એને ખુલ્લો ઉકાળીને બનાવવામાં આવતો હોય છે આ રીતે દૂધપાક બનાવવા માં એના સ્ટેપ નો ખુબજ ધ્યાન રાખવાનું હોય છે જેમકે ચોખા ચડે પછી ખાંડ નાખવી પછી બાકીની બધી વસ્તુ નાખવી અને આ રીતે દૂધપાક બનાવવામાં સતત એની સાથે ઊભા રહેવું પડે છે અને એને સતત હલાવવું પણ પડે છે સાથે સમય પણ ખૂબ જ નીકળી જાય છે પણ આજે હું તમને એકદમ સરળ રીતે કુકરમા દૂધપાક કેવી રીતે દૂધપાક બનાવો એ શીખવાડીશ જેમાં તમારે કોઈ જ સ્ટેપ નો ધ્યાન રાખવાનો નથી અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં આ દૂધપાક બનીને તૈયાર થઈ જાય છે અને આનો ટેસ્ટ ટ્રેડિશનલ દૂધપાક જેવો જ આવે છે તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5  મિનિટ

બનાવવાનો સમય : 15 થી 20 મિનિટ

સર્વિંગ ૪  વાટકી

સામગ્રી :

૧ લીટર ફુલ ફેટ નું દૂધ

૧ – ૨ ચમચી બાસમતી ચોખા

૬ – ૭ ચમચી ખાંડ

પલાળેલું કેસર

બદામ પિસ્તા

૧/૨ ચમચી ઈલાયચી અને જાયફળનો પાવડર

૧ ચમચી ચારોળી

થોડું ચોખ્ખું ઘી

રીત :

1) સૌથી પહેલા પાંચ લીટર નું  કુકર લઇ એમાં થોડું ઘી લગાવી દો હવે જે દૂધ લીધું છે એને ગાળીને કૂકરમાં લઈ લો

2) બદામ અને પિસ્તા ને અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળીને રાખવા ત્યારબાદ એને છોલીને ચપ્પા કે કટર ની મદદથી ઝીણા સમારી લો (બાસમતી ચોખા ને એક કલાક પહેલા બે વાર પાણીથી ધોઈને પલાળીને રાખવા , કેસરને નવશેકા ગરમ પાણીમાં અડધો કલાક પહેલા પલાળી દેવું)

3) જે ચોખા પલાળીને રાખ્યા હતા એનુ પાણી નિતારીને ચોખાને દૂધમાં ઉમેરો અને હવે બાકીની બધી સામગ્રી ઉમેરી દો એકવાર અને હલાવી લો

4) કુકર નું ઢાંકણ બંધ કરીને ધીમા થી મીડીયમ ગેસ પર આને 3 સીટી કરો ત્રણ સિટી પછી ગેસ સાવ ધીમો કરી દસ મિનિટ માટે દુધપાક ને ચડવા દો

5) હવે ગેસ બંધ કરી કુકર ને ઠંડુ થવા દો કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી એને ખોલો (દૂધ પાક બનાવવા બને ત્યાં સુધી મોટુ કુકર ઉપયોગમાં લેવો જેથી દૂધ ઉભરાઈને બહાર ના આવે)

6) કુકરને ખોલીને દુધપાક ને એકવાર હલાવી લો ચોખા પણ સરસ રીતે ચડી ગયા છે

7) હવે દુધપાક ને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવતા જાવ જેથી તેના ઉપર મલાઈ ના જામે

8) દૂધપાક રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે એને એક સ્ટીલના વાસણમાં લઈ લો તમે જોઈ શકો છો કુકરમાં પણ સેજ પણ દૂધપાક ચોટયો નથી હવે આ દૂધપાકની તપેલીને ફ્રિજમાં ઠંડી થવા માટે ઠંડુ થવા માટે મૂકો

9)  ૪ થી ૫ કલાક પછી દૂધપાક સર્વિંગ માટે તૈયાર છે આને તમે ઘઉની મોળી કે તીખી પુરી સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video