ફરસાણ ની દુકાન માં મળે એવી પાપડી | પાપડી ગાંઠિયા | Papdi Gathiya | Besan Papdi | Papdi Recipe | Shreejifood

હેલો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું પાપડી ગાંઠિયા આ ગાંઠીયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચા હોય છે આ તમને કોઈપણ ફરસાણ વાળાની દુકાને મળી જતા હોય છે આને તળેલા મરચાં અને કઢી ની સાથે સર્વ કરવામાં આવે છે અને તમે બનાવીને 15 – 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો પાપડી ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 8 – 10  મિનિટ

બનાવવાનો સમય : 10 થી 15 મિનિટ

સામગ્રી :

200 ગ્રામ બેસન

1 ચમચી તેલ

સ્વાદ પ્રમાણે મીઠું

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા બેસનને ચાળીને એક વાસણમાં લઈ લો હવે એમાં તેલ અને મીઠું નાખીને સરસ રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધો

2) લોટને પાંચ મિનિટ સુધી કે એનો કલર થોડો આછો થાય ત્યાં સુધી ફીણવું

3) હવે એના ઉપર થોડું પાણી છાંટી ને લોટને પાંચ મિનિટ રહેવા દો

4) હવે પાપડી ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલને થોડું જ ગરમ કરવાનો છે તેલ માંથી થોડી થોડી વરાળ આવવાની શરૂ થાય એટલે ગેસ ધીમો કરી પાપડીના ઝારા ઉપર આ રીતે લોટ મુકી હથેળીની મદદથી લોટને ઘસતા જાઇ પાપડી બનાવો

5) પાપડી ને મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી પાપડી ને ડાર્ક કલરની નથી તળવાની એટલે જો તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો પાપડી તરત જ ડાર્ક કલરની થઈ જશે અને ક્રિસ્પી નહીં બને આજ રીતે બાકી ની પાપડી બનાવી

6) હવે આ પાપડી બનીને તૈયાર છે આને તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો આને તળેલા મરચા અને કઢી ની સાથે સર્વ કરી શકો

Watch This Recipe on Video