પ્રસાદ માટે ની મીઠી બુંદી ઘરે ઝારા વગર બનાવાની ૩ રીત | Sweet Boondi | Meethi Boondi | Boondi Banavani Rit

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પ્રસાદ માટેની છૂટી બુંદી જેવી બુંદી આપણે ફરસાણ વાળાના ત્યાંથી લાવીએ છીએ એવી જ સરસ બુંદી ઘરે બનાવી ખૂબ જ સરળ છે અને આજે આપણે જે બુંદી બનાવવા નો ઝારો આવે છે એનો ઉપયોગ કર્યા વગર આ બુંદી બનાવીશું તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય :15 20 મિનિટ

સર્વિંગ : 250 – 300 ગ્રામ બુંદી

સામગ્રી :

1 કપ બેસન

1/2 કપ + 1 ચમચી પાણી

ચપટી ખાવાનો સોડા

થોડો ઓરેન્જ ફૂડ કલર

૧ નાની ચમચી તેલ

ચાસણી બનાવવા માટે :

3/4 ખાંડ

1/2 કપ પાણી

થોડો ઓરેન્જ ફૂડ કલર

1/2 ચમચી ઈલાયચી અને જાયફળનો પાવડર

1 ચમચી શેકેલા મગજતરીના બી

સમારેલા બદામ અને પિસ્તા

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં આપણે બેસન અને પાણીને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું

2) ખીરું બની જાય એ પછી એમાં સોડા , તેલ અને ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લેવો ખીરુ વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું હોવું જોઈએ

3) હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો આમાં આપણે કોઈ તારની ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડ ઓગળી ને પાણી ચીકણું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે જેવી આપણે ગુલાબજાંબુ કે જલેબી ની ચાસણી બનાવીએ છીએ એવી જ ચાસણી બનાવીને તૈયાર કરવાની છે

4) આ રીતે તમને ચીકાશ પડતું પાણી લાગે ત્યારે ગેસ બંધ કરીને એમાં ઓરેન્જ ફૂડ કલર અને થોડો ઈલાયચી જાયફળનો પાવડર નાખીને મિક્સ કરી લેવાનો છે હવે આ ચાસણીને આપણે સાઈડ માં મૂકી દઈશું

5) બુંદી બનાવવા માટે એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને સૌથી પહેલાં આપણે ઝારા નો ઉપયોગ કરીને બુંદી બનાવીશું તો એક હાથે તમારે આ રીતે ઝારો પકડવાનો અને બીજા હાથથી એમાં બનાવેલો ખીરું નાખવાનું છે ખીરું પ્રોપર બન્યું હશે તો ઝારા માંથી એની જાતે જ બુંદી તેલમાં પડવા લાગશે. બુંદી ને મીડીયમ ગેસ ઉપર 40 થી 50 સેકંડ માટે તળવાની છે વચ્ચે એક વાર એને હલાવી લઈશું સરસ રીતે તળાઈ જાય એટલે એને ડિશમાં કાઢી લેવાની છે

6) હવે આપણે જે છીણી આવે છે એનો ઉપયોગ કરીને બુંદી બનાવીશું તો એ જ રીતે છીણી માં ખીરું નાખવાનું અને થોડી ઊંચાઈ ઉપર એને રાખીશું જેથી આમાંથી સરસ બુંદી તેલમાં પડે આને પણ એ જ રીતે તળી લેવાની છે

7) ત્રીજી રીત છે કાણાવાળો વાટકા નો ઉપયોગ કરીને બુંદી બનાવવાની તો એમાં કાણા વાટકામાં તમારે ખીરું નાખીને બુંદી બનાવવાની છે અને 40 થી 50 સેકન્ડ માટે તળી લેવાની છે

8) હવે ચાસણી આપણે બનાવી હતી એમાં બનાવેલી બુંદી નાખીશું એની સાથે જ એક ચમચી શેકેલા મગજતરીના બી નાખવાના અને થોડા સમારેલા બદામ પિસ્તા નાખીને મિક્સ કરી લેવાનું છે

9) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી ગેસ ચાલુ કરીને ધીમા ગેસ ઉપર આ બુંદીને ઢાંકીને ચાસણીમાં બે મિનિટ માટે ચઢવા દેજો બે મિનીટ પછી ગેસ બંધ કરી દેવાનો છે અને બુંદીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દેવાની છે

10) બુંદી ઠંડી થઇ જાય એ પછી એને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે

11) તો હવે આ સરસ મજાની મીઠી બુંદી સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video