બજાર કરતા ચોખ્ખા અને સરસ ફાફડા અને કઢી | Fafda Recipe | Fafda – Kadhi | Fafda Banane ki Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દશેરા માટેની સ્પેશિયલ રેસિપી ફાફડા , ફાફડા લગભગ દરેક ગુજરાતી ને ખૂબ જ ભાવતા હોય છે અને ફાફડા ની સાથે જો તળેલા મરચાં અને પપૈયા નો સંભારો સર્વ કરવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને દશેરા ઉપર ફાફડા ની સાથે જલેબી સર્વ થતી હોય છે તો એનાથી ફાફડા ખુબ જ સરસ લાગે છે તો ચાલો સરસ મજાના ફાફડા અને કઢી ઘરે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ .

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 થી 25 મિનિટ

સર્વિંગ : 2 – 3 વ્યક્તિ

સામગ્રી :

ફાફડા બનાવવા માટે :

1 કપ બેસન (150 ગ્રામ)

2 ચમચી તેલ

1/2 ચમચી સાજીના ફૂલ

1/2 ચમચી હિંગ

1/2 ચમચી મીઠું

પાણી જરૂર પ્રમાણે

તેલ તળવા માટે

થોડો મરી પાવડર

અજમો

કઢી બનાવવા માટે :

2 નાની ચમચી તેલ

1/2 ચમચી રાઈ

સમારેલું લીલું મરચું

મીઠા લીમડાના પાન

એક ચમચી સૂકા ધાણા

થોડી હિંગ

મીઠું સ્વાદ પ્રમાણે

2 – 3 ચમચી ખાંડ

પાણી જરૂર પ્રમાણે

સર્વિંગ માટે :

કઢી

તળેલા મરચા

પપૈયા નો સંભારો

રીત :

1) સૌથી પહેલા બેસનને ચાળીને એક વાસણમાં લઈ લેવુ

2)  એક વાટકીમાં મીઠું , સાજીના ફૂલ , હિંગ અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને એને સરસ રીતે ઓગાળી લઈશું

3) હવે જે બેસન ચાળીને રાખ્યું છે એમાં વચ્ચે થોડી જગ્યા કરીને પહેલા પાણીમાં ઓગાળેલુ મિશ્રણ અને તેલ નાખી સરસ રીતે એને મિક્સ કરીએ

4) હવે આમાં જરૂર પ્રમાણે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ રીતે આનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે લોટ બંધાય એ પછી એમાં થોડો મરી પાઉડર અને અજમો નાખીને સરસ રીતે લોટને મસળી લો , થોડું તેલ લઇ લોટ ને મસળી સુંવાળો કરી લો , લોટ ને તમે જેટલો મસળશો એટલા જ ફાફડા ખાવામાં પોચા બનશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું લોટની ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઇશું

5) કઢી બનાવવા માટે એક વાટકામાં બેસન , લીંબુના ફૂલ અને પાણી સરસ રીતે મિક્સ કરી લો આને તમે બ્લેન્ડર થી પણ મિક્સ કરી શકો છો

6) હવે આનો વઘાર કરવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને એમાં સમારેલું મરચું , લીમડો અને સૂકા ધાણા નાખો હિંગ ઉમેરીને એકવાર એને મિક્સ કરી લો પછી બનાવેલું મિશ્રણ એમાં નાખીશું એકવાર એને હલાવી લો , જરૂર પ્રમાણે પાણી નાખો

7) હવે એમાં હળદર , મીઠું અને ખાંડ ઉમેરી દો મીડીયમ ગેસ ઉપર આને ૧૦ થી ૧૨ મિનીટ માટે ઉકાળવાની છે કઢી વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી હોવી જોઈએ આ રીતની થીક્નેસ આવે એટલે ગેસ બંધ કરી દેવાનો છે

8) હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એમાંથી નાનો લંબગોળ લુઓ બનાવો અને હથેળીની મદદથી ઘસીને આ રીતે ફાફડા તૈયાર કરો ફાફડા આ રીતે બનાવી લો એ પછી એને એકદમ ધારવાળા ચપ્પા કે તમે તવીથાની મદદથી ઉખાડી લો

9) ફાફડા તમે કિચન પ્લેટફોર્મ ઉપર , લાકડાની પાટલી ઉપર કે જો નથી ફાવતા તો જાડા પ્લાસ્ટિકની વચ્ચે મૂકીને પણ વણી શકો છો

10) બનાવેલા ફાફડા ને ગરમ તેલ માં મીડીયમ ગેસ ઉપર ૩ – ૪ મિનિટ માટે ફ્રાય કરો વધારે ડાર્ક કલરના ના થવા જોઈએ નહીં તો એ કડક થઇ જશે ૩ થી ૪ મિનિટ પછી ફાફડા તળાય એટલે અને થાળીમાં લઈ લઈશું આ ફાફડા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચા બને છે

11) હવે આ સરસ મજાના ફાફડા સર્વિંગ માટે તૈયાર છે મે એને કઢી ,  તળેલા મરચાં અને પપૈયાના સંભારાની સાથે સર્વ કર્યા છે તમે આની સાથે જલેબી પણ સર્વ કરી શકો છો

Watch This Recipe on Video