હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સોજીના ગુલાબજાંબુ , આ ગુલાબજાંબુ ખુબ જ સરસ લાગતા હોય છે અને જ્યારે પણ તમને ગુલાબજાંબુ ખાવાનું મન થાય અને ઘરમાં માવો ના પડ્યો હોય કે ઇન્ટન્ટ મિક્ષ નું પેકેટ ના હોય ત્યારે પણ તમે ગુલાબજાંબુ બનાવીને ખાઈ શકો છો કેમ કે ઘરમાં જ આસાનીથી મળી જાય એવી વસ્તુ થી આ ગુલાબ જાંબુ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવા આપણે જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 – 10 મિનિટ
બનાવવાનો સમય : 15 – 20 મિનિટ
સર્વિંગ : 15 – 20 ગુલાબજાંબુ
સામગ્રી :
1 કપ સોજી
2 કપ દૂધ (૪૦૦ મિલી)
1 ચમચી ખાંડ
2 ચમચી મિલ્ક પાઉડર
2 – 3 ચમચી ચોખ્ખું ઘી
ચાસણી બનાવવા માટે :
૩૦૦ ગ્રામ ખાંડ
૧.૫ કપ પાણી ( ચાસણી માટે )
૧/૨ ચમચી ઈલાઈચી અને જાયફળ નો પાવડર
૧૫ – ૨૦ તાંતણા કેસર
રીત :
1) સૌથી પહેલાં સોજી ને મિક્સર જારમાં લઈ ઝીણો દળી ને તૈયાર કરી લો

2) હવે એક નોન સ્ટીક ની કે જાડા તળિયાવાળી એક કડાઈમાં ૨ કપ દૂધ લઇ ગરમ કરવા માટે મૂકો દૂધમાં જ ખાંડ , મિલ્ક પાવડર અને ચોખ્ખું ઘી ઉમેરી દો બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને દૂધ થોડું ગરમ થાય એટલે એને સાઈડમાં મુકી દો

3) હવે જે સોજી દળીને રાખ્યો છે એને એક કડાઈ કે ફ્રાય પેનમાં લઈ સરસ રીતે ધીમા ગેસ ઉપર ત્રણ થી ચાર મિનિટ માટે કોરો શેકી લો

4) હવે જે દૂધ ગરમ કરીને રાખ્યું છે એમાં શેકેલો સોજી ઉમેરો અને ગેસ ધીમો રાખીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લો આમાં સહેજ પણ ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું છેલ્લે આમાં થોડું ચોખ્ખું ઘી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દો

5) બનાવેલા મિશ્રણ ને કિચન પ્લેટફોર્મ પર લઈ લેવો કિચન પ્લેટફોર્મ પર પહેલા થોડું ઘી લગાવી દેવું પછી વાટકી ની પાછળ થોડું ઘી લગાવી લોટને મસળી લો

6) ત્યારબાદ હથેળીની મદદથી લોટને ત્રણથી ચાર મિનિટ મસળી એકદમ સરસ સુંવાળો કરી લેવો લોટ સરસ રીતે મસળાઇ જાય ત્યારબાદ તેમાંથી મિડિયમ સાઈઝના ગોળા બનાવીને તૈયાર કરી લો

7) હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મુકો એ થોડું ગરમ થયા એટલે એમાં ૧ – ૨ ચમચી દૂધ ઉમેરી એને ઉકળવા દો જેમ જેમ આ પાણી ઉકળશે એમ ખાંડ જે પણ મેલ હશે એ ઉપર આવી જશે , આ રીતે બધો મેલ ઉપર આવે એટલે ચમચા કે ચમચીની મદદથી બહાર લઇ લો હવે આ ચાસણી એકદમ સરસ ચોખ્ખી થઇ જાય એટલે એમાં ઈલાઈચી અને જાયફળનો પાવડર અને થોડું કેસર ઉમેરી દો , ત્યારબાદ આ ચાસણીને ફાસ્ટ ગેસ પર ૩ – ૪ મિનીટ ઉકાળો , આ ચાસણી થઇ છે કે નહિ એ ચેક કરવા માટે ડીશમાં થોડી ચાસણી લઇ ઠંડી થવા દો ત્યારબાદ તમે એને બે આંગળીની વચ્ચે લેશો એટલે એ તમને થોડું ચીકણું લાગશે , આમાં કોઈ તાર નથી બનાવાના , હવે ગેસ બંધ કરી દેવો .

8) હવે ગોળાને તળવા માટે સનફ્લાવર તેલ કે ઘી ગરમ કરવા માટે મૂકો તેલ થોડું જ ગરમ થાય એટલે એમાં બનાવેલા ગુલાબ જાંબુ ના ગોળા ધીમા થી મધ્યમ ગેસ ઉપર તળી લો

9) ૨ થી ૩ મિનિટ પછી લાકડાના તવીથા ની મદદથી એને ફેરવો અને આ રીતે થોડી થોડી વારે તેને ફેરવતા રહીશું આને હાઇ ફ્લેમ નથી તળવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવું જો હાઈ ફ્લેમ ઉપર તળો તો એ ઉપરથી તળાએલા લાગશે અને અંદરથી કાચા રહેશે

10) આ રીતે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે એને કાઢી લો અને તરત જ ગુલાબજાંબુની ચાસણીમાં નાખી દો ગુલાબ જાંબુ નાખો ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ બધા ગુલાબ જાંબુ આ ચાસણીમાં નાખીને ચારથી પાંચ કલાક માટે રહેવા દો ૪ થી ૫ કલાક પછી ગુલાબ જાંબુ ને તમે ખાવાના ઉપયોગમાં લઇ શકો છો

11) તો હવે આ સરસ મજાના સોજીના ગુલાબજાંબુ બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે તો એકવાર કરો ટ્રાય કરજો
