ફરસાણની દુકાને મળે એવી મીની ભાખરવડી બનાવવાની પરફેક્ટ રીત | Mini Bhakhrvadi | Bhakhrwadi Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીની ભાખરવડી આ ભાખરવડી ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે અને જેવી ફરસાણવાળા ના ત્યાં ભાખરવડી મળે છે એવી ક્રિસ્પી અને મસાલેદાર મિની ભાકરવડી આપણે સરળતાથી ઘરે બનાવી શકીએ છે અને તમે આને બનાવીને 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 થી 15 મિનિટ

બનાવવાનો સમય : 20 થી 25 મિનિટ

સર્વિંગ : 500 ગ્રામ ભાખરવડી

સામગ્રી :

લોટ બાંધવા માટે :

૨૦૦ ગ્રામ મેંદો

50 ગ્રામ બેસન

1/2 ચમચી મીઠું

ચપટી હળદર

2 ચમચી તેલ

1/2 કપ પાણી કે જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટે :

5 લવિંગ

15 – 20 કાળા મરી

1 ચમચી સૂકા ધાણા

1 ચમચી વરિયાળી

2 ચમચી તલ

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી ગરમ મસાલો

ચપટી હળદર

8 થી 10 દાણા લીંબુના ફૂલ

મીઠું સ્વાદ પ્રમાણે

૨ ચમચી ખાંડ

1/4  ચમચી જીરુ

50  ગ્રામ ટોપરાનું છીણ

100 ગ્રામ બેસનની સેવ

2 ચમચી ખજુર આમલી ની મીઠી ચટણી

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં મેંદો , બેસન , મીઠું , હળદર અને તેલ નાખીને મિક્સ કરી લો ત્યારબાદ એમાં પાણી ઉમેરતા જઈ પરોઠા થી સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લો હવે એને ઢાંકીને રાખો

2) હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્સર જારમાં ચટણી અને સેવ સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને વાટી ને તૈયાર કરી લો હવે અને એક વાટકામાં લઈ લો

3) સેવ ને પણ મિક્સરમાં અધકચરી વાટીને એમાં મિક્સ કરો.હવે આમાં મીઠી ચટણી નાંખો અને હાથ થી સરસ રીતે બધું મિક્સ કરી લો હવે આ સ્ટફિંગ બનીને તૈયાર છે

4) જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને ફરીથી મસળી ને તેમાંથી લૂઓ બનાવી લો મેંદાનું અટામણ લઈ ને આમાંથી મોટી રોટલી વણીને તૈયાર કરો રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખવાની છે

5) હવે એની ચારે બાજુ ની કિનારી કટ કરી લો પછી અને વચ્ચેથી કટ કરો એટલે આ રીતે લંબચોરસ છે બનીને તૈયાર થશે હવે એના ઉપર બનાવેલું સ્ટફિંગ મૂકો અને એને હાથથી દબાવી દો

6) હવે આનો ટાઈટ રોલ  વાળીને તૈયાર કરી દો રોલ એકદમ ટાઇટ વાળવાનો છે જો રોલ પોચો હશે તો ભાખરવડી તળતી વખતે તેલમાં મસાલો છૂટો પડી જશે હવે

7) એને કટ કરી લો પહેલો અને છેલ્લો ભાગ ઉપયોગમાં નથી લેવાનો કેમ કે ત્યાં મસાલો નથી હોતો હવે કટ કરેલી ભાખરવડી ને હાથ થી સહેજ દબાવી લો

8) ભાખરવડી તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલી ભાખરવડી ને ધીમા થી મીડીયમ ગેસ ઉપર તળીને તૈયાર કરી લો

9) ત્રણથી ચાર મિનિટ પછી ભાખરવડી સરસ આવી ક્રિસ્પી તળીને તૈયાર થઇ જશે બનાવેલી ભાખરવડી ને એક વાટકામાં લઈ લઈશું

10) હવે આ ભાખરવડી બનીને તૈયાર છે આ એકદમ ઠંડી થાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video