હેલ્લો ફ્રેન્ડસ , આજે આપણે બનાવીશું વેજ નુડલ્સ કટલેટ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો આ રેસીપી તમે સાંજના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્ષમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારી નો સમય : 10 મિનીટ
બનાવવાનો સમય : 15 – 20 મિનીટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
500 ગ્રામ બાફેલા બટાકા
200 – 250 ગ્રામ ઝીણું સમારેલું મિક્ષ વેજીટેબલ
100 ગ્રામ બાફેલા નુડલ્સ
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી ચીલી ફ્લેક્ષ
સમારેલી કોથમીર
સ્લરી બનાવવા માટે :
1/2 કપ મેંદો
2 ચમચી કોર્ન ફ્લોર
ચપટી મીઠું
પાણી (જરૂર પ્રમાણે)
રીત :
1) સૌથી પહેલા બાફેલા બટાકાનો માવો કરી લો પછી એમાં બાકીની બધી વસ્તુ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો.

2) હવે સહેજ તેલ વાળો હાથ કરી એમાંથી ટીક્કી નો શેપ આપી દો.

3) હવે સ્લરી બનાવવા માટે મેંદો , કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો છેલ્લે એમાં ચપટી મીઠું નાખી મિક્ષ કરી લો.

4) હવે આ રીતે જે બ્રેડ ની કિનારી નીકળે છે એને સુકવી લો પછી એને મિક્ષરમાં દળી લો (તૈયાર ટોસ્ટ લેવા હોય તો પણ લઇ શકો)

5) જે ટીક્કી બનાવી છે એને પહેલા સ્લરીમાં બોળો પછી જે બ્રેડનો ભુકો કર્યો છે એમાં રગદોળો, આ રીતે બધી ટીક્કી તૈયાર કરો

6) હવે આને તળવા માટે તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ટીક્કી (કટલેટ) એમાં નાખો અને એને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળી લો , આ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને પેપર નેપકીન પર લઇ લો.

7) હવે આ ટેસ્ટી કટલેટ બનીને તૈયાર છે તમે આને ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો.
