ખાંડ નો ઉપયોગ કર્યા વગર અડદિયા પાક બનાવાની પરફેક્ટ રીત | Sugar free Adadiya | Adadiya pak | Vasana recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટે એક સ્પેશિયલ વસાણું અડદિયા પાક , અડદિયા પાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે સાથે જ ખૂબ જ હેલ્ધી હોય છે.આજે આપણે એને વધુ હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કરીશું તો ચાલો શિયાળા માટે અડદિયા પાક કેવી રીતે બનાવવો જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 30 35 મિનિટ

સામગ્રી :

250 – 270 ગ્રામ ઘી

250 ગ્રામ અડદનો કરકરો લોટ

250 ગ્રામ મોળો માવો

150 ગ્રામ મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ , બદામ અને સૂકી દ્રાક્ષ)

2 ચમચી અડદિયા નો મસાલો

1 ચમચી સૂંઠ પાઉડર

1 નાની ચમચી ગંઠોડાનો પાઉડર

1 નાની ચમચી ઈલાયચી અને જાયફળનો પાવડર

2 ચમચી ખસખસ

200 ગ્રામ ગોળ

2 ચમચી દળેલી સાકર

150 ગ્રામ ગુંદર

રીત :

1) સૌથી પહેલા ગુંદર ને મિક્ષ્રરમાં દળીને તૈયાર કરી લો

2) એક કઢાઈમાં મોળા માવાની શેકીને તૈયાર કરી લઈશું માવાને આછા ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે

3) હવે કડાઈમાં ઘી ગરમ કરવા માટે મુકીશું ઘી ગરમ થાય એટલે એમાં અડદનો લોટ  લઈ ધીમા થી મધ્યમ તાપ પર શેકી લઈશું લોટને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં આને આપણે લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવા નો છે

4) આ રીત નો એનો કલર આવે એટલે ગેસ એકદમ ધીમો કરીને એમાં ગુંદરનો બનાવેલો પાઉડર નાખીશું અને હવે ધીમા ગેસ પર જ એને હલાવતા રહેવું જેથી ગુંદર સરસ રીતે તળાઈ જશે

5) હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને તેમાં શેકેલો માવો નાખીશું માવાને સરસ રીતે આ મિશ્રણમાં મિક્સ કરી લેવાનો છે

6) બધું સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે આમાં બધા જ મસાલા લીધા છે એ અને ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું

7) હવે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મુકો ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરીશું અને એને ઓગળે ત્યાં સુધી એને હલાવતા રહીશું એને ફક્ત ઓગાળવાનો છે પાયો નથી કરવાનો તો જેવો જ ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દઈશું

8) ઘી – ગોળ નું મિશ્રણ આપણે લોટમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું હવે એમાં દળેલી સાકર નાખીશું તમારે જો દળેલી સાકર ના નાખવી હોય તો ગોળ નું પ્રમાણ તમે થોડુંક વધારી શકો છો

9) હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને પછી આમાંથી અડદિયા બનાવીશું જો બનાવતા ના ફાવતું હોય તો તમે થાળીમાં પાથરી શકો છો

10) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને હેલ્ધી અડદિયા પાક બનીને તૈયાર છે તમે આને બહાર બે થી ત્રણ દિવસ સુધી અને ફ્રીઝ માં રાખો તો ૧૫ – ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video