હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સીંગની એકદમ પોચી ચીક્કી આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને મોમા મુકતાની સાથે જ ઓગળી જાય એવી સરસ પહોંચી બને છે આને બનાવા માટે ખુબ જ ઓછો સમય લાગે છે સાથે જ તમે આને બનાવીને દસ થી બાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને શિયાળાના દિવસોમાં આ બધી વસ્તુઓ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સામગ્રી :
200 ગ્રામ કાચા સીંગદાણા
150 ગ્રામ ગોળ
100 ગ્રામ ચોખ્ખું ઘી
2 ચમચી પીનટ બટર
1 નાની ચમચી ગંઠોડા પાઉડર
1 નાની ચમચી સૂંઠ પાઉડર
રીત :
1) સૌથી પહેલા એક કડાઈમાં સીંગદાણાને મીડીયમ ગેસ ઉપર સરસ રીતે શેકી લઈશું સીંગદાણા ઠંડા થઈ જાય એ પછી એને સાફ કરી મિક્સરમાં વાટી લેવા

2) એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મુકીશું ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરો આમાં ગોળનો પાયો નથી કરવાનો ફક્ત આપણે ગોળ અને ઘી મિક્સ કરવાનો છે

3) ગોળ અને ઘી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દઈશું અને એમાં સિંગદાણાનો ભૂકો નાખીને મિક્સ કરી લેવાનો છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

4) હવે બાકીની જે વસ્તુ છે એ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો

5) આને ઠારવા માટે કોઈ મોલ્ડમાં કે થાળીમાં થોડું ઘી લગાવી દો અને પછી બનાવેલું મિશ્રણ પાથરી દો સરસ રીતે એને લેવલમાં કરી દો એક વાટકી ની પાછળ ઘી લગાવીને એના ઉપર ફેરવી દઈશુ

6) પાંચ થી દસ મિનિટ રહેવા દઈને એના ઉપર આપણે જે પણ સાઈઝ ની ચીકી બનાવી હોય એ પ્રમાણેના નિશાન લગાવી દેવાના છે અને પછી ચીક્કીને ઠંડી થવા દેવાની છે

7) જ્યારે ચીકી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને અલગ કરી દઈશું

8) હવે આ સરસ મજાની એકદમ પોચી ચીક્કી બનીને તૈયાર છે અને તમે આને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો
