હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું આંબળા નો રસ , આંબળા નો રસ શિયાળા દરમિયાન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે આમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે સાથે જ આમાં બીજા પણ વિટામીન , મિનરલ અને ફાઇબર રહેલા હોય છે આમળા આપણી પાચનશક્તિ સુધારે છે કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે વાળને સારા બનાવે છે આજે આપણે આ આંબળાના રસમાં લીલી હળદર અને આદુનો પણ ઉપયોગ કરવાના છીએ જેથી એના પર ફાયદા આપણને આની સાથે મળે આજે આપણે આરસ ફ્રેશ બનાવીને કેવી રીતે ઉપયોગમાં લેવો એ જોઈશું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સર્વિંગ : 3 ગ્લાસ
સામગ્રી :
5 – 6 સમારેલા કાચા આંબળા
3 ચમચી સમારેલી લીલી હળદર
એક નાનો આદુનો ટુકડો
પાણી જરૂર પ્રમાણે
ચપટી સંચળ
થોડો લીંબુનો રસ
મધ જો નાખવું હોય તો
રીત :
1) સૌથી પહેલા આંબળા ને ધોઈને ઝીણા સમારી લો એ જ રીતે હળદર ને ધોઈ ને છોલીને સમારી લો આદુના ટુકડા ને છોલીને તૈયાર કરી લો

2) હવે આ બધી વસ્તુને મિક્ષરના નાના જારમાં લઈને પાણી વગર વાટી લો

3) હવે આમાં જરૂર પ્રમાણે થોડુ પાણી ઉમેરતા જઈ ને તેની પેસ્ટ બનાવી લો બીજું આમાં પાણી ઉમેરો હવે જો મોટાને આ રસ પીવાના ઉપયોગમાં લેવો છે તમે એને ગાળ્યા વગર પણ પીવાના ઉપયોગમાં લઈ શકો છો અને જો નાના બાળકોને પીવા માટે આપવો છે તો એને તમે ગાળીને આપી શકો છો

4) તો આ રસને હવે આપણે ગાળી લઈશું એમાં થોડું સંચળ અને લીંબુનો રસ નાખી દો તમારે જો મધ નાખવું હોય તો નાખી શકો છો

5) આ રસને બનાવી ને તરત જ પીવાના ઉપયોગમાં લઈશું
