હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ ચોકલેટ ટ્રફલ કેક, આ કેક ખુબ ટેસ્ટી હોય છે સાથે જ બેકરી કરતાં સરસ અને એકદમ પોચી કેક તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો કેકને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને સ્ટેપ દરમ્યાન જણાવતી જઈશ તો ચાલો કેક બનાવવાનું શરૂ કરીએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 40 મિનીટ
સામગ્રી :
1 કપ મેંદો
1 કપ દળેલી ખાંડ
1/2 ચમચી બેકિંગ સોડા
1 ચમચી બેકિંગ પાઉડર
3 ચમચી કોકો પાવડર
1/2 કપ તેલ (ફ્લેવર વગરનું)
3/4 કપ દૂધ
1 લીંબુનો રસ
1 કપ નોન ડેરી ક્રીમ
100 ગ્રામ ફ્રેશ ક્રીમ
150 ગ્રામ + 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
1 ચમચી બટર
1 ચમચી કેક જેલ
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં મેંદો , ખાંડ , કોકો પાવડર , બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને ચાળી લો

2) એક વાટકામાં દૂધ અને લીંબુ નો રસ મિક્ષ કરી ૨ – ૩ મિનીટ રહેવા દો

3) જે મેંદાનું મિશ્રણ ચાળી ને તૈયાર કર્યું છે એમાં તેલ અને દૂધનું મિશ્રણ નાખીને સરસ રીતે મિક્સ કરી લો આમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું આનુ ખીરુ વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહિ એવું રાખવાનું છે

4) સાત ઇંચના કેક ટીનને બટર લગાવી તેમાં બટર પેપર લગાવીને તૈયાર કરી દો પછી એમાં બનાવેલું કેક નું ખીરું લઇ થપથપાવી દો

5) ઓવનને ૧૮૦ ડિગ્રી ઉપર પ્રિ હીટ કરવા માટે મૂકો ઓવન પ્રિ હીટ થઈ જાય એટલે કે કેક ટીન એમાં મૂકી કેક ને ૩૦ થી ૩૫ મિનીટ માટે બેક કરો

6) કેક બેક થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે ચપ્પા કે ટૂથપીક ની મદદથી ચેક કરો જો એ સાફ નીકળે મતલબ કેક સરસ રીતે બેક થઈ ગઈ છે એને બે થી ત્રણ કલાક માટે ઠંડી થવા દો

7) ટ્રફલ બનાવવા માટે એક માઇક્રોવેવ સેફ વાટકામાં ફ્રેશ ક્રીમ અને ૧૦૦ ગ્રામ સમારેલી ડાર્ક ચોકલેટ લઈ લો એમાં બટર અને કેક જેલ નાખીને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો એને સરસ રીતે હલાવો ફરીથી અને દસ થી વીસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરો જેથી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જાય આને સાઈડ માં મૂકી દઈશું

8) હવે એક વાટકામાં નોન ડેરી ક્રીમ લઈને એને હેન્ડ મિક્સર ની મદદથી સરસ રીતે કરો વ્હીપ કરો સોફટ પીક ક્ન્સીસટન્સી આવે એટલે એમાં ત્રણ ચમચી જેટલું બનાવેલું ટ્રફલ નાખો અને ફરીથી એને વ્હીપ કરો

9) કેક ઠંડી થઇ ગયા પછી ટિન માંથી અન મોલ્ડ કરી એને બે ભાગમાં કટ કરી લો એના ઉપર ખાંડનું પાણી લગાવો પછી બનાવેલું વ્હીપ ક્રીમ લગાવો થોડી સમારેલી ચોકલેટ એના ઉપર નાખો બીજો ભાગ એની ઉપર મૂકી ફરીથી એ જ પ્રોસેસ કરવી

10) આખી કેક ને ક્રીમથી સરસ રીતે કવર કરી દો હવે એના ઉપર બનાવેલું ટ્રફલ પાથરો એને થોડું હૂંફાળું ગરમ કરી લેવું પેલેટ નાઈફની મદદથી તેને સરસ રીતે લેવલમાં કરી દો ઠંડી નો સમય છે એટલે ટ્રફલ તરત જ સેટ થઇ જશે જો ગરમી નો સમય હોય તો એને પાંચ દસ મિનિટ ફ્રિઝમાં મૂકી દેવું

11) હવે આના ઉપર સ્ટાર નોઝલ ની મદદથી ફુલ બનાવીશું ડેકોરેશન તમે તમારી ચોઇસ પ્રમાણે કરી શકો છો કેક બની ગયા પછી બેથી ત્રણ કલાક માટે અને ફ્રિજમાં મૂકો અને એ પછી તેને ઉપયોગમાં લેવી

12) હવે આ સરસ મજાની ચોકલેટ ટ્રફલ કેક બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી દોઢ કિલો જેટલી કેક બનીને તૈયાર થાય છે
