બજાર કરતાં સરસ અને લાંબો સમય ક્રિસ્પી રહે એવા સમોસા | Samosa | Aloo Samosa | Crispy Samosa

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કરતા બજાર કરતા ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા જનરલી  સમોસા બનાવતા જ હોય છે પણ આજે હું જે મેથડ તમને શીખવાડવાની છું એનાથી તમે સમોસાને બનાવીને ચારથી પાંચ કલાક સુધી ક્રિસ્પી રાખી શકો છો જેથી જો કોઇ મહેમાન આવવાના હોય અને તમારે સમોસા બનાવવા હોય તો તમે પહેલાથી બનાવીને રાખી શકો છો અને જ્યારે તમે સર્વ કરશો તો એને ત્યારે પણ એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે સમોસાને પરફેક્ટ અને ક્રિસ્પી બનાવવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો સમોસા બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 10 થી 15 મિનિટ

બનાવવાનો સમય : 25 થી 30 મિનિટ

સર્વિંગ : 10 થી 12 સમોસા

સામગ્રી :

લોટ બાંધવા માટે :

250 – 300 ગ્રામ મેંદો

3 – 4 ચમચી ગરમ તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

અડધી ચમચી અજમો

પાણી જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટે :

250 ગ્રામ બાફેલા બટાકા

100 ગ્રામ બાફેલા વટાણા

2 ચમચી તેલ

થોડું જીરું

1/2 ચમચી હળદર

2 – 3 સમારેલા લીલા મરચાં

5 થી 6 મીઠા લીમડાના પાન

ચપટી હિંગ

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણા જીરું

1/2 ચમચી ગરમ મસાલો

થોડો આમચૂર પાઉડર

સમારેલી કોથમીર

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને તેમાં જીરું નાખો જીરું તતડી જાય એ પછી એમાં સમારેલા મરચાં , હળદર અને મીઠા લીમડાના પાનને હાથથી તોડીને નાખો એને દસથી વીસ સેકન્ડ માટે સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલા વટાણા નાખો અને એને પણ ૨૦ થી ૩૦ સેકંડ માટે સાંતળી લો

2) ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાંખી તો જે લોકો જૈન હોય તે બટાકા ના બદલે કાચા કેળા બાફીને ઉપયોગમાં લઇ શકે છે બાકીના બધા મસાલામાં કરી દઈશું અને આને સરસ રીતે મિક્સ કરીશું છેલ્લે આમાં સમારેલી કોથમીર નાંખો અને આને મિક્ષ કરીને એક વાસણમાં કાઢીને ઠંડુ થવા માટે મૂકો

3) લોટ બાંધવા માટે લોટમાં મીઠું , અજમો અને ગરમ કરેલું તેલ નાખીને સરસ રીતે મિક્સ કરી લો હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ રોટલી થી સહેજ કઠણ એનો લોટ બાંધી દો લોટને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઇશું

4) હવે બાંધેલા લોટમાંથી એક મોટો લોગો બનાવો અને એમાંથી લંબગોળ રોટલી ભણેલો રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની છે એને વચ્ચેથી કટ કરો

5) એમાંનો એક ભાગ લઇ આ રીતે એને ફોલ્ડ કરો થોડું પાણી લગાવો જેથી એ સરસ રીતે ચોંટી જાય આ રીતે કોન શેપ બને એટલે એમાં બનાવેલું સ્ટફિંગ ભરો સ્ટફિંગ એને હાથથી દબાવી દો

6) સમોસા ના પાછળ ના ભાગ ઉપર ચપટી વાળી દો પછી ઉપરના ભાગ પર પાણી લગાવો અને સમોસાની સરસ રીતે પેક કરી દો આ રીતે બધા સમોસા ભરી ને તૈયાર કરવાના છે

7) સમોસા ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું અને તળવા માટે તેલ ને એકદમ ગરમ નથી કરવાનું તેલ થોડું જ ગરમ થાય એટલે આપણે એમાં સમોસા તળવા માટે નાખવાના છે આ સમોસા ને એકદમ ધીમા ગેસ ઉપર તળવાના છે આટલા સમોસા તળાતા લગભગ બાર થી તેર મિનિટ જેટલો સમય લાગી જાય છે દર બે ત્રણ મિનિટે એને ફેરવતા રહીશું , સમોસા સરસ આવા ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યારબાદ આપણે એને તેલ માંથી કાઢી લઈશું

8) હવે આ સરસ મજાના એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા બનીને તૈયાર છે

Watch This Recipe on Video