અમદાવાદનાં સી.જી રોડ જેવી સેવપુરીનો અસલ સ્વાદ હવે ઘરે માણો | Sev Puri | Cheese Sev Puri | Sev Puri Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બોમ્બે સ્ટાઇલ સેવપુરી આ સેવપુરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આનો પૂરો ટેસ્ટ જે એની ચટણી અને એના ઉપર જે મસાલો છાંટવામાં આવે છે એના ઉપર રહેલો હોય છે તો ચાલો સરસ આવી સેવપુરી ઘરે કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સામગ્રી :

મેદા ની પુરી

બાફેલા બટાકાનો માવો

ખજૂરની ચટણી

તીખી ચટણી

સમારેલી કોથમીર

ચાટ મસાલો

ઝીણી સેવ

લીંબુ નો રસ

મીઠી ચટણી બનાવવા માટે :

200 ગ્રામ ખજુર

100 ગ્રામ ગોળ

200 મિલિ પાણી

1/2 ચમચી મીઠું

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણા જીરું

1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર

તીખી ચટણી બનાવવા માટે :

4 – 5 રેશમ પટ્ટો મરચાં

7 – 8 દેશી મરચા

100મિલિ પાણી

મીઠો સ્વાદ પ્રમાણે

1/2 ચમચી લાલ મરચું

1/4 ચમચી ધાણાજીરું

રીત :

1) સૌથી પહેલા મીઠી ચટણી બનાવવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ખજૂર અને ગોળ નાખીને મીડીયમ ગેસ ઉપર એને 10 મિનિટ માટે ઉકાળી લો 10 મિનિટ પછી ખજૂર આ રીતે સરસ એકદમ પોચી થઇ જશે જો કૂકરમાં એક વ્હીસલ વગાડીને પણ બાફી શકો છો હવે એને ઠંડુ થવા દો

2) ઠંડુ થઈ જાય એ પછી ખજૂરના ઠળિયા કાઢીને મિક્સરમાં એને વાટી લો અને પછી ગાળીને એક વાસણમાં લઈ લો ફરીથી એને ગરમ કરવા માટે મૂકો અને એમાં મસાલા કરીને ચાર થી પાંચ મિનિટ માટે તેને ઉકાળી લો

3) બીજા એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે એમાં રેશમ પટ્ટી મરચા અને દેશી મરચાને ડીટા કાઢીને 10 મિનિટ માટે ઉકાળી લો 10 મિનીટ પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો 

4) પાણી વગર જ આ મરચાને વાટીને પેસ્ટ બનાવી લો પછી ફરીથી એને ગરમ કરવા માટે મૂકો અને એમાં મસાલા કરીને ચાર થી પાંચ મિનિટ માટે તેને ઉકાળી લો હવે બંને ચટણીને ઠંડી થવા માટે મૂકો

5) સેવપુરી માટેની બધી સામગ્રી તૈયાર કરી લો ત્યાર બાદ એક ડીશમાં પહેલાં મેદાની પુરી મુકો એના ઉપર બાફેલા બટાકાનો માવો મૂકો જો તમે જૈન હો તો બટાકા ના બદલે કાચા કેળા બાફીને લઈ શકો છો એના ઉપર મસાલો છાંટો ત્યારબાદ બંને ચટણી નાખીશું બેસનની ઝીણી સેવ નાખો સમારેલી કોથમીર નાખો જો તમે ડુંગળી ખાતા હોવ તો ડુંગળી પણ આના ઉપર ઝીણી સમારીને નાખી શકો છો છેલ્લે આના ઉપર થોડો લીંબુનો રસ નાખીને સેવપુરી ને સર્વ કરો ચીઝ સેવ પુરી બનાવવી હોય તો પૂરી પ્રોસેસ કરીને પછી એના ઉપર થોડું ચીઝ છીણીને નાંખવો

6) હવે આ સરસ મજાની સેવપુરી અને ચીઝ સેવપુરી બનીને તૈયાર છે

Watch This Recipe on Video