હેલો આજે આપણે બનાવીશું રાજકોટની રેસીપી “ ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આને કેવી રીતે બનાવવું જોઈ લઈએ
તૈયારીનો સમય : 25 મિનિટ
બનાવવાનો સમય : 30 – 40 મિનિટ
સર્વિંગ : 4 વ્યક્તિ
સામગ્રી : તાવો (ઊંધિયું) બનાવવા માટે :
500 ગ્રામ મિક્ષ શાક (કોબીજ ફુલાવર ગાજર બટાકા રીંગણ પાપડી)
300 ગ્રામ મિક્ષ દાણા (તુવેર ,પાપડી ,વટાણા ,લીલા ચણા)
8 – 10 ચમચી તેલ
2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
1/2 ચમચી હળદર
1 ચમચી મીઠું
1 ચમચી રજવાડી ગરમ મસાલો
1/2 ચમચી દાળ શાકનો ગરમ મસાલો
1 ચમચી કાશ્મીરી મરચું
પાણી જરૂર પ્રમાણે
સમારેલી કોથમીર
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરૂ
પેસ્ટ બનાવવા માટે :
2 ટામેટા
7 – 8 લીલા મરચા
8 – 10 ફુદીનાના પાન
2 ચમચી તાજી હળદર
1 નાનો આદુનો ટુકડો
લીલુ લસણ (જો નાખવું હોય તો)
ચાપડી બનાવવા માટે :
250 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
50 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
1 ચમચી સોજી
1 ચમચી તલ
1/2 ચમચી જીરૂ
1/2 ચમચી મીઠું
2 – 3 ચમચી તેલ
લોટ બાંધવા ગરમ પાણી
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા જે બધુ શાકભાજી ઉપયોગમાં લેવાનું છે એને સાફ કરીને ઝીણું સમારી લો બધા દાણાને છોલીને સાફ કરી લો

2) હવે એક પેસ્ટ બનાવવાની છે એની બધીજ સામગ્રી મિક્સર જારમાં લઈ પાણી વગર વાટીને તૈયાર કરી લો

3) એક વાટકીમાં બધા મસાલા અને થોડું પાણી નાખી મિક્ષ કરી લો

4) હવે કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે ગેસ ધીમો કરી તેમાં જીરું નાખો જે મસાલા અને પાણી મિક્સ કરીને રાખ્યું છે એ આમાં નાખો અને એને ધીમા ગેસ પર ૩૦ થી ૪૦ સેકન્ડ સાંતળી લો એમાં તેલ ઉપર આવવા લાગે એટલે ટામેટાની પેસ્ટ નાખો અને એક થી બે મિનિટ સાંતળો

5) ત્યારબાદ બધા શાકભાજી અને દાણા આમાં ઉમેરીશું સરસ રીતે મિક્સ કરો અને ચાર થી પાંચ મિનિટ એને આ રીતે ખુલ્લુ ચડવા દો

6) ત્યારબાદ એમાં અડધા કપ જેટલું પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડીયમ ગેસ ઉપર પાંચ થી છ વ્હીસલ કરી લો

7) ચાપડી નો લોટ બાંધવા માટે બધી સામગ્રી મિક્ષ કરો પછી એમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઇ આનો કઠણ લોટ બાંધી લો

8) હવે એમાંથી થોડો લોટ લઇ મસળો અને જેમ લુઓ બનાવતા હોઈએ એ રીતે એને દબાવો અને આ રીતે ચાપડી બનાવીને તૈયાર કરો

9) હવે આને તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ચાપડી એમાં નાખી ધીમા થી મધ્યમ ગેસ પર અને સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

10) પાંચ થી છ વ્હીસલ થાય પછી ઢાંકણ ખોલીને હવે એને ઝરણીની મદદથી ઝેરી ને તૈયાર કરી લો એને હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડર ના કરો નહીતો એનો ટેસ્ટ સારો નહીં લાગે ઝેર્યા પછી આનું ટેક્ષ્ચર હોવું જોઈએ

11) હવે આને ગરમ કરવા માટે મૂકો સાથે એક થી દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી નાખો અને મિક્સ કરો આ ઊંધિયું નોર્મલ ઊંધિયા કરતા રસાદાર હોય એટલે પાણી થોડું વધારે ઉપયોગમાં લેવું આમાં થોડી સમારેલી કોથમીર નાખો અને મીડીયમ ગેસ ઉપર એને ગરમ થવા દો

12) જે પાણી આપણે નાખ્યું હોય એ ઉકળવાનું શરૂ થાય એટલે આમાં બનાવેલા મેથીના મુઠીયા નાખવા બે થી ત્રણ મેથીના મુઠીયા નો ભૂકો કરીને પણ નાખીશું જેથી આનો ટેસ્ટ સારો આવે અને રસો જાડો થશે

13) હવે આમાં નાખવા માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકો તેલ થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખો અને તરત જ આ તેલ ઊંધિયાની ઉપર નાખી દો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો તો આપણો તાવો કે ઊંધિયું બનીને તૈયાર છે

14) આ સરસ મજાની રેસીપી ચાપડી તાવો બનીને તૈયાર છે જેને મેં ટામેટાનું સલાડ , લીંબુ , તળેલા મરચાં અડદનો શેકેલો પાપડ અને છાશની સાથે સર્વ કર્યું છે
