સુપ બનાવતા ફક્ત આટલી વસ્તુ નાખો પછી રેસ્ટોરન્ટનાં મોંઘા સુપ પણ સહેજવાર માં બની જશે | Soup | Veg Soup

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ત્રણ અલગ-અલગ પ્રકારના સૂપ આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બહાર કરતા એકદમ ચોખ્ખો અને ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઇ જાય છે આજે આપણે ક્રીમી બ્રોકલી સૂપ , ઇટાલિયન વેજીટેબલ બ્રોથ સૂપ , ક્રીમ સ્ટાઇલ કોર્ન સુપ અને આ સૂપ ઘરમાં દરેકને ભાવે એવા બને છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 20 મિનિટ

બનાવવાનો સમય : 10 20 મિનીટ

સામગ્રી :

વેજીટેબલ સ્ટોક બનાવવા માટે :

1 લિટર પાણી

1 મોટો વાડકો મોટા સમારેલા શાકભાજી

ક્રીમ સ્ટાઇલ કોર્ન સુપ બનાવવા માટે :

1 કપ વેજીટેબલ સ્ટોક

3 ચમચી બાફીને અધકચરા વાટેલા મકાઈના દાણા

2 ચમચી બાફેલા મકાઈના દાણા

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી ખાંડ

મેગી મસાલા

કાળા મરીનો પાવડર

2 ચમચી કોર્ન ફ્લોર સ્લરી

3 ચમચી બ્લાન્ચ કરેલા વેજીટેબલ

બ્રોકલી સૂપ બનાવવા માટે :

1 કપ વેજિટેબલ સ્ટોક

1 ચમચી બટર

1 ચમચી ઓલીવ ઓઈલ

1 ચમચી ઝીણી સમારેલી સેલેરી

1/2 ચમચી મેંદો

બેસિલ ના પાન

મેગી મસાલો

1 ચમચી ક્રીમ

2 ચમચી બ્લાન્ચ કરેલી બ્રોકલી

1 ચમચી પાલકની પ્યુરી

મીઠું સ્વાદ પ્રમાણે

સફેદ મરીનો પાઉડર

ઇટાલિયન વેજીટેબલ બ્રોથ સૂપ બનાવવા માટે :

1/2 ચમચી બટર

1 ચમચી ઓલિવ ઓઈલ

1 ચમચી સેલેરી

ડ્રાય રોઝમેરી

1 ચમચી મેંદો

1 કપ વેજીટેબલ સ્ટોક

1/2 વાટકો બાફેલા વેજીટેબલ

બેસિલના પાન

ઓરેગાનો

2 – 3 ચમચી બાફેલા પાસ્તા

1 ચમચી ક્રીમ

રીત :

1) સૌથી પહેલા આપણે વેજીટેબલ સ્ટોક બનાવીશું તો એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે મોટા સમારેલા શાકભાજી આમાં નાખો અહીંયા મેં કોબીજ , ફૂલાવર , ગાજર , ફણસી , બટાકો , દુધી , બ્રોકલી આ બધાનો ઉપયોગ કર્યો છે ઘરમાં જે પણ શાક હાજરમાં હોય એ તમે લઈ શકો છો શાકભાજીને 20થી 25 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે 20 થી 25 મિનિટ પછી શાકભાજી ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને એને એકદમ ઠંડુ થવા દો પછી એને કાણાવાળા વાડકામાં કાઢી લો

2) હવે એમાંથી એક વાટકામાં થોડું શાકભાજી ગાળ્યા નું પાણી નીકળ્યું હોય એ લઈ એમાં ત્રણથી ચાર ચમચી જેટલું બાફેલું શાક નાખો અને એને મિક્સરમાં થોડું ફેરવી લો જો તમારે ક્લિયર સ્ટોક  જોઈતો હોય તો આ રીતે શાકભાજીને નીતારીને જે પાણી નીકળે એ લઇ શકો અને જો થોડો જાડો વેજિટેબલ સ્ટોક જોઈતો હોય તો આ રીતે શાકભાજી ને એની સાથે બ્લેન્ડ કરીને પણ તમે વેજિટેબલ સ્ટોક બનાવી શકો છો અત્યારે આપણા બંને ભેગા કરીને એક તપેલીમાં લઈ લીધા છે

3) હવે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એકદમ ઝીણું સમારેલું શાકભાજી બ્લાંચ કરો અહીંયા મેં બ્રોકલી , ફુલાવર , ગાજર અને ફણસી લીધા છે શાકભાજીની એક મિનિટ માટે આપણે બ્લાંચ કરીશું ત્યાર બાદ એને કાણાવાળા વાડકામાં કાઢીને ઠંડા થવા દઇશું

4) એ જ રીતે ગરમ પાણીમાં બ્રોકલી ના ફૂલ ને એકદમ ઝીણાં સમારીને આપણે બ્લાંચ કરી લેવાના છે

5) કોર્ન સુપ બનાવવા માટે એક વાસણમાં વેજિટેબલ સ્ટોક નાખીશું એમાં વારાફરતી બધી સામગ્રી અને મસાલા નાખતા જાવ અને સુપને પાંચથી સાત મિનિટ માટે ઉકાળીને તૈયાર કરી લો

6) હવે બ્રોકલી સૂપ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો એ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા સેલેરી ને સાંતળો જે લોકો લસણ ડુંગળી ખાતા હોય એની સાથે જ લસણ અને ડુંગળી પણ ઉમેરી શકે છે એ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં વેજિટેબલ સ્ટોક ઉમેરો બધી સામગ્રી ઉમેરો અને છેલ્લે આમાં જરૂર પ્રમાણે પાલકની પ્યુરી ઉમેરીને સારી રીતે મિક્સ કરો આમાં કોઇપણ આર્ટિફિશિયલ કલર ઉમેરવાનો નથી આપણે કલર માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કરીશું અને પાંચથી સાત મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરી ને સર્વિંગ બાઉલમાં લઈ લો

7) હવે ઇટાલિયન સુપ બનાવવા માટે કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા માટે મૂકો ગરમ થાય એટલે એમાં સેલરી અને સાંતળો ત્યારબાદ તેમાં મેંદો નાખીને એને સાંતળી લો પછી એમાં વેજિટેબલ સ્ટોક નાખો

8) વારાફરતી એમાં બધી સામગ્રી ઉમેરીને તાજા બેસિલ ના પાન ને હાથથી તોડીને નાખવા જેથી એની  સુગંધ સરસ આવે છેલ્લે આમાં ક્રીમ નાંખીશું અને સુપને 5 થી 6 મિનિટ ઉકાળીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું

9) હવે આ સરસ મજાના ત્રણ અલગ અલગ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સુપ તૈયાર છે

Watch This Recipe on Video