ટેસ્ટી અને રસદાર ઢોકળી જો આ રીતે બનાવશો તો સાથે બીજું કંઇ જ બનાવાની જરૂર નહિ પડે | Dhokli Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ઢોકળી , ઢોકળી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને એને બનાવી પણ ખૂબ જ સરળ છે ઢોકળી ઘણા બધા પ્રકારની ઢોકળી બનતી હોય છે જેમ કે દાળ ઢોકળી , તુવેરની ઢોકળી , મુળાના ઢોકળી અને વાલોર ઢોકળી આ બધી ઢોકળી ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને તમે આને બપોરના જમવામાં કે રાતના જમવામાં પણ એક જ વસ્તુ બનાવીને પણ સર્વ કરી શકો છો તો ચાલો આજે વાલોર ઢોકળી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15થી 20 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

200 ગ્રામ સુરતી પાપડી ના દાણા

2 ચમચી તેલ

1 ચમચી વાટેલા લીલા મરચાં

1 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરું

1 ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ પ્રમાણે

થોડી હિંગ

સૂકું લાલ મરચું

તમાલપત્ર

લવિંગ

પાણી આશરે 1 લીટર જેટલું

થોડો ગોળ

રીત :

1) સૌથી પહેલાં કૂકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો , ખડા મસાલા , હિંગ , વાટેલા લીલા મરચાં અને હળદર નાખો ત્યારબાદ તેમાં ધાણાને સાફ કરીને ઉમેરો અને તેને સાંતળો

2) તેમાં પાણી ઉમેરી દો પાણીની સાથે બધા મસાલા કરી દઈશું અને હવે આ પાણી ઊકળવા દો

3) પાણી ઉકળે ત્યાં સુધીમાં જે તીખા થેપલા હોય છે એનો લોટ બાંધીને રાખ્યો હોય એમાંથી પાતળી મોટી રોટલી વણો અને એમાંથી ઢોકળી કાપીને તૈયાર કરો

4) પાણી ઉકળવાનું શરુ થાય એટલે કાપેલી ઢોકળી આમાં નાખો અને મિડિયમ ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળો જેથી ઢોકળી ૨૦ થી ૨૫ ટકા જેવી ચડી જશે આવું કરવાથી ઢોકળી એકબીજાની સાથે ચોટે નહીં હવે આમાં ગોળ નાખો અને ઢાંકણ બંધ કરીને મીડીયમ ઉપર આની બે સીટી કરો

5) પછી કૂકર ઠંડું થાય એટલે ખોલીને ઢોકળીને એક વાર હલાવી લો અને હવે આની ઉપર થાળી કે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ રહેવા દો જેથી ઢોકળી સરસ રીતે સીઝી  જશે 15 મિનિટ પછી તમે જોશો તો આનો રસો જે હતો એના કરતાં જાડો થઈ ગયો હશે આ ટાઈમે માં થોડી સમારેલી કોથમીર નાખો અને ઢોકળી ને સર્વિંગ બાઉલમાં લઈ લો

6) હવે આ સરસ મજાની વાલોર ઢોકળી બનીને તૈયાર છે

Watch This Recipe on Video