હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈટાલિયન રેસીપી પેસ્તો સોસ પાસ્તા , પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને જેવા રેસ્ટોરન્ટમાં પાસ્તા ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે એને બનાવવા માટે ની સામગ્રી અને ટિપ્સનો તમારે ખાસ ધ્યાન રાખવાનુ છે કે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
વાઇટ સોસ બનાવવા માટે :
1/2 ચમચી બટર
1 ચમચી મેંદો
200 એમએલ દૂધ
ઈલાયચી પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચી ખાંડ
થોડો કાળા મરીનો પાવડર
પાસ્તા બનાવવા માટે :
1 મોટો વાડકો બાફેલા પાસ્તા
1 ચમચી બટર
1 ચમચી ઓલિવ ઓઈલ
2 ચમચી ઝીણી સમારેલી સેલરી
મોટા ટુકડામાં સમારેલી 3 કલરના કેપ્સીકમ અને ઝુકીની
બ્લાન્ચ કરેલી બ્રોકલી
1 ચમચી પેસ્તો સોસ
1 ચમચી બ્લાન્ચ કરેલી પાલકની પ્યુરી
3 ચમચી ક્રીમ
2ચમચી વ્હાઈટ સોસ
થોડો સફેદ મરીનો પાઉડર
પીઝા કે પાસ્તા સીઝ્નીંગ
ચીઝ
બ્લેક ઓલીવ્સ
2 – 3 ચમચી જેટલું છીણેલું
ચીઝ દૂધ જરૂર પ્રમાણે
મીઠું
રીત :
1) સૌથી પહેલાં વાઇટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર ગરમ કરવા માટે મૂકો બટર ગરમ થાય એટલે તેમાં મેંદો નાખીને એને સરસ રીતે શેકી લો ત્યાર બાદ એમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જઈ સરસ રીતે મિક્સ કરો જેથી આમાં ગઠ્ઠા ન પડે

2) દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મસાલા કરો અને મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે ત્યાર બાદ તેને સતત હલાવતા જવું નહીં તો આમાં ગઠ્ઠા થવા લાગશે મિશ્રણ આ રીતનું ઠીક થાય એટલે ગેસ બંધ કરી દેવો કેમકે ઠંડું થયા પછી હજુ પણ વધારે ઘટ્ટ થશે ગેસ બંધ કરીને પણ થોડીવાર આને હલાવતા રહેવું જેથી વરાળ નીકળી જાય પછી તેને ઠંડુ થવા માટે મૂકી દો

3) પાસ્તા બનાવવા માટે એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સેલરી નાખો જો તમારે લસણ અને ડુંગળી નાખવું હોય તો પહેલા એ સાંતળી લો.ત્યાર બાદ તેમાં સેલરી નાખો હવે એમાં ઝુકીની , કેપ્સીકમ અને બ્રોકલી નાખો એને મિક્ષ કરો

4) ત્યાર બાદ એમાં વ્હાઈટ સોસ અને ક્રીમ નાખી દો અને મિક્સ કરી લઈશું પેસ્તો સોસ , પાલકની પ્યુરી અને સફેદ મરીનો પાઉડર નાખવો ત્યારબાદ તેમાં ઓલિવ અને ચીલી ફ્લેક્સ નાખીશું તમારી પસંદ પ્રમાણે ઓછા-વધતા કરી શકો છો

5) પછી તેમાં જરૂર પ્રમાણે દૂધ નાખીને આને સેટ કરો દૂધ નાખ્યા પછી મિશ્રણ ફરીથી સરસ ગરમ થાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખો અને મિક્સ કરી લો.

6) ત્યારબાદ તેમાં તમારી પસંદ પ્રમાણે ચીઝ નાખો અને મિક્સ કરી લો પાસ્તા બનીને તૈયાર છે તો ગેસ બંધ કરીને આને સર્વિંગ પ્લેટમાં લઈ લો

7) હવે આ સરસ મજાના પેસ્તો સોસ પાસ્તા બનીને તૈયાર છે જેના ગાર્નીશિંગ માટે ચેરી ટોમેટો અને બ્લેક ઓલીવ્સ નો ઉપયોગ કર્યો છે
