આજે આપણે બનાવી છે એક નવા સ્વાદમાં વડાપાવ આ વડાપાવ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે તમે એકવાર જો આ વડાપાવ બનાવીને ટ્રાય કરશો તો તમે રેગ્યુલર વડાપાઉ પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 15 થી 20 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સામગ્રી :
બટાકા વડા
વડાપાવ
તેલ કે બટર
લીલી ચટણી
સેઝવાન ચટણી કે સેઝવાન સોસ
ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો
ચીઝ જરૂર પ્રમાણે
સર્વિંગ માટે :
ટોમેટો કેચપ
લીલી ચટણી
સેઝવાન ચટણી
રીત :
1) સૌથી પહેલા બટાટા વડા બનાવીને તૈયાર કરી લેવા

2) હવે વડાપાવ માટેનું પાવ લઇને તેને વચ્ચેથી કટ કરી લો

3) એક તવી ગરમ કરવા માટે મૂકો અને એમાં થોડું તેલ નાખીને પાવને થોડુ શેકી લો

4) પાવ શેકાઇ જાય પછી એના એક ભાગ ઉપર સેઝવાન સોસ કે ચટણી લગાવો અને બીજા ભાગ ઉપર તીખી લીલી ચટણી લગાવો બંને ચટણી તમારા સ્વાદ પ્રમાણે ઓછીવત્તી કરી શકો છો

5) આના ઉપર થોડો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો છાંટો બટાટા વડાને હાથથી થોડું દબાવી દો પછી એને સેઝવાન ચટણી ઉપર મૂકો બટાકા વડા ની ઉપર થોડું ચીઝ છીણીને નાખો હવે અને હલકા હાથે દબાવી ને બંધ કરો વડાપાવ ને જો આ રીતે સર્વ કરવું હોય તો પણ કરી શકો પણ અત્યારે આપણે એને થોડું શેકીને સર્વ કરીશું

6) એક તવી ગરમ કરવા માટે મુકીશું એમાં થોડું તેલ નાખી ને આપણે સરસ રીતે પાવને શેકી લઈશું વડાપાવ થઇ ગયું છે અને કટ કરીને સર્વિંગ પ્લેટમાં લઇ લઈએ

7) હવે આ સરસ મજાનું ટેસ્ટી વડાપાવ બનીને તૈયાર છે જેને આપણે ટોમેટો કેચપ , લીલી ચટણી અને સેઝવાન ચટણી સાથે સર્વ કરીશું
