ખાંડ વગર માકેઁઁટ કરતાં ચોખ્ખું અને સસ્તું ઠંડાઇ સીરપ ઘરે બનાવી એને સાચવવાની રીત | Thandai

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળા માટે એક રેસીપી ઠંડાઈ , ઠંડાઈ ખૂબ જ હેલ્ધી હોય છે જે આપણા શરીરને ઠંડક તો આપે જ છે સાથે જ તંદુરસ્ત પણ બનાવે છે માર્કેટમાં ઘણી બધી કંપની ની ઠંડાઈ સીરપ ની બોટલ તૈયાર મળતી હોય છે પણ એ કેટલી હેલ્ધી હોય છે અને કેવી રીતે બનેલી હોય છે એનો આપણને ખ્યાલ નથી હોતો જ્યારે આપણે ઘરે ખૂબ જ ચોખ્ખાઈ થી અને ઓછા ખર્ચ માં આને બનાવીને  તૈયાર કરી શકીએ છીએ સાથે જ આ રેસિપીમાં આપણે ખાંડનો બિલકુલ પણ ઉપયોગ નહી કરી એ અહીંયા ખાંડના બદલે જે ખડીસાકર આવે છે એનો ઉપયોગ કર્યો છે ખડીસાકર નો ઉપયોગ કરવો ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક રહે છે સાકરની તાસીર ઉનાળામાં ખૂબ જ ઠંડી હોય છે જેથી એનો જો આ રીતે સિરપમાં કે શરબતમાં એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું રહે છે તો ચાલો આજે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ ચોખ્ખાઇ થી અને ઓછા ખર્ચમાં ઘરે ઠંડાઈ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 10 – 12 મિનીટ

સ્ટોર કરવાનો સમય : 2 – 3 મહિના

સામગ્રી :

ઠંડાઈ સીરપ બનાવવા માટે :

25 બદામ

20 પિસ્તા

20 કાજુ

3 ચમચી મગજતરી ના બી

1 ચમચી વરિયાળી

1 ચમચી ખસખસ

10 – 15 કાળા મરી

6 લીલી ઈલાયચી

20 – 25 તાંતણા કેસર

3 દેશી ગુલાબ

250 ગ્રામ  સાકર

પાણી

ઠંડાઈ બનાવવા માટે :

200 મિલી દૂધ

2 – 3 ચમચી ઠંડાઈ સીરપ

ગાર્નીશિંગ માટે :

સમારેલા બદામ પિસ્તા

થોડું કેસર

રીત :

1) સૌથી પહેલા બદામ , પિસ્તા અને કાજુને 8 થી 10 કલાક માટે કે આખી રાત માટે પાણીમાં પલાળીને રાખો

2) હવે એક વાટકામાં વરિયાળી , મગજતરી , ખસખસ અને કાળા મરીને બે થી ત્રણ કલાક માટે પલાળી ને રાખો

3) હવે પલાળેલા ડ્રાયફ્રુટ ને છોલી ને તૈયાર કરી લો

4) હવે એક મિક્ષરમાં પલાળેલા ડ્રાયફ્રુટ પલાળેલી બાકીની સામગ્રી પાણીની સાથે ઉમેરો ઈલાયચી ને છોલી ને ના દાણા નાખો અને ગુલાબની પાંદડી પણ આમાં ઉમેરી દો બધું સરસ રીતે વાટીને તૈયાર કરી લો

5) હવે ચાસણી બનાવવા માટે અહિંયા આપણે ખાંડને બદલે સાકર નો ઉપયોગ કર્યો છે એટલે ખડી સાકરને પહેલા ખાંડણીમાં નાના ટુકડામાં તૈયાર કરી લો એક વાસણમાં સાકર ઉમેરો એની સાથે જ પાણી ઉમેરી એને ગરમ કરવા માટે મૂકો

6) સાકર લગભગ ઓગળવા આવે એ સમયે વાટેલી પેસ્ટ ઉમેરી દો અને મિડિયમ ગેસ ઉપર એને સાત થી આઠ મિનિટ કે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

7) હવે ગેસ બંધ કરીને છેલ્લે આમાં કેસરના તાંતણા નાખો સરસ રીતે મિક્સ કરીને મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી એને રહેવા દો સીરપ એકદમ ઠંડુ થઈ જાય એ પછી તમે આને એરટાઈટ બોટલમાં ભરીને બહાર એક મહિના સુધી અને ફ્રીજ માં રાખો તો ત્રણ મહિના સુધી આ સારું રહે છે

8) હવે આમાંથી ઠંડાઈ બનાવવા માટે બનાવેલું સીરપ બે થી ત્રણ ચમચી જેટલું લો એમાં ફુલ ફેટનું ઠંડું દૂધ ઉમેરો  અને આને મિક્સરમાં , હેન્ડ બ્લેન્ડર થી કે હાથથી સરસ રીતે મિક્સ કરી લો બનાવેલી ઠંડાઈ ને સર્વિંગ ગ્લાસમાં લઈને એના ઉપર બ્લાન્ચ કરીને સમારેલું બદામ પિસ્તા અને થોડું કેસર નાખો તમારે આની ઉપર ગાર્નીશિંગ માટે ગુલાબની પત્તી નાખવી હોય તો પણ નાખી શકો

9) હવે સરસ મજાની હેલ્ધી અને ચોખ્ખી ઘરની બનાવેલી ઠંડાઈ સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video