હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી રેસીપી લીંબુ સિકંજી , લીંબુ સિકંજી ખુબ જ સરસ લાગતી હોય છે અને ગરમીના દિવસોમાં તે શરીરને તરત ઠંડક આપે છે અત્યારે તમે ક્યાંય પણ માર્કેટમાં જોશો તો તમને ઘણી બધી લીંબુ શિકંજી ની લારી જોવા મળશે પણ એના કરતાં પણ સરસ અને ચોખ્ખી શિકંજી આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ અને એનો મસાલો બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો લીંબુ શિકંજી નો મસાલો અને શિકંજી કેવી રીતે બનાવી એ જોઈ લેઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સામગ્રી :
સિકંજી મસાલો બનાવવા માટે :
2 નાની ચમચી શેકેલો જીરુ
2 નાની ચમચી જીરુ
1 ચમચી કાળા મરી
1 ચમચી મીઠું
2 ચમચી સંચળ
લીંબુ શિકંજી બનાવવા માટે :
1/4 ચમચી બનાવેલો શિખંડ ઘી નો મસાલો પંકજ
લીંબુનો રસ
ફુદીનાના પાન
દળેલી ખાંડ નાખવી હોય તો
બરફ ના ટુકડા
ઠંડુ પાણી
સાદી સોડા
રીત :
1) પહેલા એક વાસણમાં જીરાને ધીમા ગેસ પર થોડુ શેકી લો ધ્યાન રાખવાનું છે કે જીરા નો કલર ના બદલાવો જોઈએ એને થોડું સુગંધ આવે એવું જ કરવાનું છે હવે અને ઠંડુ થવા દઈશું

2) જીરું ઠંડું થઈ જાય એટલે એની સાથે બાકીની બધી સામગ્રી ઉમેરીને તેને વાટીને તેનો પાઉડર બનાવીને તૈયાર કરી લો અને તમે એરટાઈટ બોટલમાં ભરીને બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો

3) હવે લીંબુ શિકંજી બનાવવા માટે ક્લાસમાં સિકંજી મસાલો , ખાંડ , ફુદીનાના પાન અને લીંબુનો રસ નાખો ખાંડ ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો

4) હવે આમાં બરફના ટુકડા અને ઠંડુ પાણી નાખીને મિક્સ કરી લઈશું જો આમાં તમારે સાદી સોડા નાખી હોય તો પણ નાખી શકો છો એનો સ્વાદ લીંબુ સોડા જેવો લાગશે

5) હવે આ સરસ મજાની લીંબુ સિકંજી અને સિકંજી નો મસાલો બનીને તૈયાર છે
