હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ ચીઝ ફ્રેન્કી આ ખુબ ટેસ્ટી હોય છે અને અત્યારે ફ્રેન્કી માં ઘણી બધી વેરાઇટી લારીમાં કે રેસ્ટોરન્ટમાં મળતી હોય છે આજે ફ્રેન્કી ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ હોય છે તો આને તમે બાળકો ને સાંજના નાસ્તામાં કે લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લેઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 20 મિનિટ
સર્વિંગ : 12 ફ્રેન્કી
સામગ્રી લોટ બાંધવા માટે :
1 કપ ઘઉંનો લોટ
1/2 કપ મેંદો
1/2 ચમચી મીઠું
1 ચમચી તેલ
1 ચમચી દહીં
પાણી જરૂર પ્રમાણે
ફ્રેન્કી નો મસાલો બનાવવા માટે :
2 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ
1 ચમચી મીઠું
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી આમચૂર પાઉડર
સ્ટફિંગ બનાવવા માટે :
500 ગ્રામ બાફેલા બટાકા
1 ચમચી તેલ
1 ચમચી જીરૂ
ચપટી જેટલી હિંગ
થોડી હળદર
થોડું ગરમ મસાલો
1/2 ચમચી ફ્રેન્કી મસાલો
ફ્રેન્કી બનાવવા માટે : (એક ફ્રેન્કી માટે)
1/2 ચમચી પીઝા સોસ
1/2 ચમચી રેડ ચીલી સોસ
1 ચમચી ટોમેટો કેચપ
3 ચમચી બનાવેલું સ્ટફિંગ
થોડી પાતળી લાંબી સમારેલી કોબીજ
ઝીણા સમારેલા કેપ્સિકમ
ઝીણા સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
ફ્રેન્કી મસાલો
ચીઝ
રીત :
1) સૌથી પહેલા લોટ બાંધવા માટે એક વાસણમાં બન્ને લોટ ચાળી લો ત્યાર બાદ તેમાં મીઠું , તેલ અને દહીં નાખીને મિક્સ કરો હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને પરોઠા થી સહેજ ઢીલો લોટ બાંધી ને તૈયાર કરી લો લોટ બંધાઈ જાય પછી એને થોડું તેલ લઈને મસળી લો હવે એને ઢાંકીને થોડીવાર રહેવા દો

2) ફ્રેન્કી મસાલો બનાવવા માટે બધી સામગ્રીને એક વાટકીમાં લઇ સરસ રીતે મિક્સ કરી લો આ મસાલાને તમે એરટાઈટ બોટલમાં ભરીને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો

3) સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ , હળદર , હિંગ અને ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાખો મસાલા કરો અને આને સરસ રીતે મિક્સ કરી લો જે લોકો જૈન હોય એ બટાકા ના બદલે કાચા કેળા બાફીને ઉપયોગમાં લઇ શકે છે

4) જે લોટ બાંધીને રાખ્યો હતો એને એક વાર મસળી લો પછી તેમાંથી લૂઓ બનાવી ને ઘઉં કે મેંદાનું અટામણ લઈ ને આમાંથી રોટલી વણીને તૈયાર કરો રોટલી વધારે જાડી પણ નહી અને પાતળી પણ નહીં એવી વણવાની છે

5) હવે આને શેકવા માટે એક તવી ગરમ કરવા માટે મૂકો રોટલીને કાચી પાકી શેકી ને તૈયાર કરી લો

6) ફ્રેન્કી બનાવવા માટે બનાવેલી રોટલી ને થોડુ બટર મુકી ને શેકી લો

7) હવે એને થાળીમાં લઈ લો બનાવેલી રોટલી ની ઉપર બન્ને સોસ અને ટોમેટો કેચપ લગાવો બનાવેલું સ્ટફિંગ મૂકો કોબીજ , કેપ્સિકમ , મરચાં અને કોથમીર નાખીશું ( જે લોકો ડુંગળી ખાતા હોય એ ઝીણી સમારેલી ડુંગળી પણ આ સમયે નાખી શકે ) ફ્રેન્કી મસાલો થોડો છાંટીશું અને એના ઉપર ચીઝ છીણીને નાંખી દો હવે આને રોલ કરી લો ફ્રેન્કી ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું

8) આ સરસ મજાની ટેસ્ટી વેજ ચીઝ ફ્રેન્કી બનીને તૈયાર છે
