હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એક ફરાળી રેસીપી ફરાળી મેદુવડા જો તમે દર વખતે ઉપવાસ માં એક ફરાળ ખાઈને કંટાળી ગયા છો તો આ એક ખૂબ જ સારી અને ટેસ્ટી રેસીપી છે.આ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ જાળીદાર બને છે અને તમે આને દહીં , ઘરનો બનાવેલો ટોમેટો કેચપ કે તીખી ચટણી સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ
તૈયારીનો સમય : 15 – 20 મિનિટ
સમય : 10 મિનિટ
સર્વિંગ : 8 – 10 મેદુ વડા
સામગ્રી :
1 કપ પલાળેલા સાબુદાણા
1 બાફેલુ બટાકુ
1/2 કપ શેકેલા સિંગદાણાનો ભૂકો
1 ચમચી વાટેલા લીલા મરચા
સમારેલી કોથમીર (ઓપ્શનલ)
ચપટી હળદર (ઓપ્શનલ)
ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
લીંબુનો રસ
2 ચમચી બૂરુ ખાંડ
2 ચમચી સાબુદાણા નો પાવડર
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા સાબુદાણાને સરસ રીતે ધોઈને આઠથી દસ કલાક કે આખી રાત માટે પલાળીને રાખો

2) હવે આમાં બધી સામગ્રી ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી લો

3) તેલવાળો હાથ કરીને આમાંથી થોડું મિશ્રણ લઇ પહેલા એક ટીક્કી બનાવી લો પછી વચ્ચેના ભાગમાં આંગળીની મદદથી કાણું પાડી દો તો આ રીતે મેદુ વડા બનાવીને તૈયાર કરવા

4) તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે વડાને મીડીયમ ગેસ ઉપર સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો વડા તળાઈ જાય એટલે તેને બહાર લઈ લો

5) આ વડા આ રીતે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ જાળીદાર બને છે

6) હવે આ સરસ મજાના ફરાળી મેદુ વડા બનીને તૈયાર છે
