ટ્રેન્ડિંગમાં ચાલી રહેલી કોફીની રેસીપી | Dalgona Coffee | Trending Tik tok Coffee | Frothy Coffee

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં  છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને આજે હું તમને આ કોફી બનાવવા માટે બે રીત બતાવવાની છું એક મિક્સર નો ઉપયોગ કરીને અને એક મિક્સર નો ઉપયોગ કર્યા વગર તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 2 – 3 મિનિટ

સર્વિંગ : 2 ગ્લાસ

સામગ્રી :

કોફી મિશ્રણ બનાવવા માટે :

2 ચમચી કોફી પાવડર

2 ચમચી દળેલી ખાંડ

2 ચમચી ગરમ પાણી

કોફી બનાવવા માટે :

બનાવેલું કોફી મિશ્રણ

300 ml ઠંડું દૂધ

બરફના ટુકડા

થોડી દળેલી ખાંડ

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં કોફી , દળેલી ખાંડ અને ગરમ પાણી ઉમેરીને આ રીતનું વ્હીસ્ક કે ચમચીની મદદથી તેને સતત હલાવતા જાવ લગભગ થી દસ મિનિટ પછી આ રીતે કોફી મિશ્રણ તૈયાર થઇ જશે

2) હવે બીજી મેથડ માં તે જ રીતે મિશ્રણ તૈયાર કરો પછી હેન્ડ મીક્ષર ની મદદથી હાઈ સ્પીડ પર એક થી બે મિનિટ માટે વ્હીપ કરો હેન્ડ મિક્સર થી કોફી વ્હીપ કરવામાં ખુબ જ ઓછો સમય અને ઓછી મહેનત લાગે છે પણ બે માંથી જે મેથડથી તમારે કોફી મિશ્રણ બનાવવું હોય બનાવી શકો છો અને આને બનાવીને તમે ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો

3) હવે દાલગોના કોફી બનાવવા માટે એક ગ્લાસ લઈ એમાં બરફના ટુકડા નાખો પછી એમાં ઠંડું દૂધ નાખો થોડી દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો પછી બનાવેલો કોફી મિશ્રણ એના ઉપર નાખો અને ચમચીથી આ રીતે થોડી ડિઝાઇન કરી દેવી

4) કોફીને સર્વ કરતી વખતે એના ઉપર થોડો કોફી પાવડર નાખીશું તો હવે આ સરસ મજાની યમ્મી દાલગોના કોફી બનીને તૈયાર છે 

Watch This Recipe on Video