ગુજરાતી લગ્નપ્રસંગમાં બનતું ચણાનું શાક | Chana nu Shak | Desi Chane ki Subji | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય એવું દેશી ચણા નું રસાવાળું ખાટું-મીઠું શાક આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને તમે રોટલી , પરોઠા , પુરી કે ભાત સાથે સર્વ કરી શકો છો ઉનાળા દરમિયાન જ્યારે લીલા શાકભાજી ના મળે કે ખૂબ જ મોંઘા મળે ત્યારે તમે આ રીતના કઠોળ બનાવીને ઘરના ને આપી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ 

તૈયારીનો સમય : 15 – 20 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

એક મોટો વાડકો બાફેલા દેશી ચણા (150g)

2 ચમચી ચણાનો લોટ

2 ચમચી દહીં

2 ચમચી પાણી

2 ચમચી તેલ

1/2 ચમચી અજમો

1 ચમચી વાટેલા લીલા મરચાં

ચપટી હિંગ

1/2 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરુ

મીઠું સ્વાદ પ્રમાણે

1 તમાલપત્ર

1 સૂકું લાલ મરચું

4 – 5 લવિંગ

1 નાનો તજનો ટુકડો

ચપટી ગરમ મસાલો

સમારેલી કોથમીર

થોડી આમલી

બે મોટા ટુકડા ગોળ ( લગભગ 3 ચમચી જેટલો )

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા દેશી ચણા ને ધોઈને 8 થી 10 કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખો પછી એમાંથી પાણી નિતારીને તેને કુકરમાં લઈ લો અને એમાં બીજું ચોખ્ખું પાણી નાખીને સાથે મીઠું અને થોડું ખાવાનો સોડા નાખીને 7 થી 8 વ્હીસલ કરીને બાફીને તૈયાર કરી લો ચણાને તમે હાથથી દબાવો અને આસાનીથી દબાઈ જાય એવા સરસ બફેલા હોવા જોઈએ

2) હવે એક વાટકામાં ચણાનો લોટ દહી અને બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને મિશ્રણ બનાવીને તૈયાર કરી લો આમા સહેજ પણ ગઠ્ઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું

3) હવે શાક વધારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમાને હાથથી મસળી નાખો પછી એમાં બધા ખડા મસાલા , હિંગ , હળદર અને વાટેલા લીલા મરચા નાંખો અને સાંતળી લો આપણે જે ચણા બાફીને રાખ્યા છે એ આમા નાખી દો

4) અને વઘારમાં એ સરસ રીતે મિક્સ કરી દઈશું જે ચણાના લોટનું મિશ્રણ બનાવીને રાખ્યું છે એ બધું આમાં ઉમેરીએ આની સાથે જ આપણે પાણી ઉમેરીશું ચણા ડૂબે એટલું પાણી ઉમેરવાનુ છે હવે ગેસ મીડીયમ પર કરી દેવાનો છે

5) આમાં બધા મસાલા કરીએ આની સાથે જ આમલી પણ નાખી દો અને ગોળ નાંખીને મીડીયમ ગેસ ઉપર આ શાકને ચઢવા દો વચ્ચે વચ્ચે થોડી થોડી વારે આને હલાવતા રહેવું જેથી લોટ નીચે ચોંટે નહીં

6) આઠ થી દસ મિનિટ પછી તમે જોશો તો આ રીતે રસો જાડો થવા લાગ્યો હશે આ સમયે તેમાં સમારેલી કોથમીર અને ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો ના નાખવો હોય તો સ્કીપ કરી શકો છો ગેસ બંધ કરી દઈએ

7) ગેસ બંધ કરીએ ત્યારે શાકનો રસો આવો હોવો જોઈએ કેમકે શાક થોડું ઠંડુ થાય એટલે હજુ પણ રસો થોડો જાડો થશે એ વાતનું ધ્યાન રાખવું શાક ને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ

8) હવે આ સરસ મજાનું ખાટું-મીઠું દેશી ચણા નું શાક બનીને તૈયાર છે એના ગાર્નિશીંગ માટે થોડી સમારેલી કોથમીર નાખીશું

Watch This Recipe on Video