કંઇક ગળ્યું ખાવાનું મન થાય તો બનાવો એક નવા સ્વાદમાં અને નવી રીતે ખીર | Rice Kheer | Kheer

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશુ એક નવા સ્વાદ માં ચોખાની ખીર , ચોખાની ખીર ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ મજા છે આજે હું તમને કુકરમાં આ કેવી રીતે બનાવવી એ બતાવાની છું જેનાથી ખૂબ જ ઓછી મહેનતમાં આ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનીટ

સર્વિંગ : 6 – 7 વ્યક્તિ

સામગ્રી :

1.5 લીટર ફુલ ફેટ નું દૂધ

1/2 કપ થોડા ઓછા ચોખા

થોડો ઈલાયચી જાયફળ નો પાવડર

સમારેલા બદામ પિસ્તા

1/2 કપ + ૩ ચમચી ખાંડ

1 ચમચી વેનીલા કસ્ટર પાવડર

રીત :

1) સૌથી પહેલા આપણે જે ચોખા લીધા છે એને ધોઈને અડધો કલાક માટે પલાળીને રાખીશું જેથી ચોખા સરસ રીતે ચડી જાય

2) હવે કૂકરમાં પહેલા એક લીટર દૂધ ઉમેરો હવે એમાં જે ચોખા પલાળીને રાખ્યા છે એનું પાણી નિતારીને આ ચોખામાં ઉમેરી દઈશું ખાંડ ઉમેરીયે અને સરસ રીતે મિક્સ કરી લઈશું ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઓછીવત્તી કરવી હોય તો કરી શકો છો

3) બધું સરસ રીતે મિક્સ થઇ જાય પછી કુકરનું ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ ઉપર અને બે વ્હીસલ કરીશું

4) ત્યાં સુધીમાં એક વાસણમાં 500 એમએલ દૂધ લઈને એમાં કસ્ટર પાવડર નાખો અને એને સરસ રીતે મિક્સ કરી દો આમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું

5) બે વ્હીસલ થઈને કુકર ઠંડું થઈ જાય એટલે તેને ખોલી દો ચોખાને આ રીતે હાથથી દબાવશો તો સરસ ચઢી ગયા હશે

6) હવે એમાં કસ્ટર પાવડર વાળું દૂધ નાખો અને સાથે જ થોડો ઈલાયચી જાયફળ પાઉડર અને બદામ પીસ્તા નાખીને મિક્સ કરી લો હવે આને મીડીયમ ગેસ ઉપર પાંચ થી સાત મિનિટ માટે ઉકાળી લઈશું અને હલાવતા રહેવું જરૂરી છે

7) પાંચ થી સાત મિનિટ પછી ખીર આ રીતે થોડી ઘટ્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશુ કેમકે આ ઠંડી થાય એટલે હજુ થોડી ઘટ્ટ થશે આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવતા રહીશું એ પછી આપણે એને ફ્રીઝ માં મૂકીશું

8) ખીરને બે થી ત્રણ કલાક ફ્રીજમાં મૂક્યા પછી આપણે બહાર લઈ લઈશું તમે જોઈ શકો છો ખીર સરસ જાડી થઈ ગઈ છે તો હવે આપણે આને વાટકા માં લઇ લઈશું અને એના ગાર્નિશીંગ માટે ઉપરથી પણ થોડા બદામ પિસ્તા નાખી દો તો

9) હવે આ સરસ મજાની ચોખાની ખીર બનીને તૈયાર છે 

Watch This Recipe on Video