ના યીસ્ટ ના ઓવન ઘરમાં જ રહેલી સામગ્રી થી બનાવો યમ્મી પિઝા | Pizza without Yeast & Oven | Pizza

હેલ્લો ફ્રેન્ડ્સ આજે બનાવીશું પીઝા , પીઝા ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે અને આજે હું તમને ઓવન અને યીસ્ટ વગર પીઝા કેવીરીતે બનાવવો એ શીખવાડવાની છું આ ખુબ જ ટેસ્ટી બને છે અને એને બનાવવામાં ખુબ જ ઓછો સમય લાગે છે તો ચાલો ઘરે પીઝા કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 25 મિનિટ

સર્વિંગ : 1 પીઝા

સામગ્રી :

1/2 કપ મેંદો

2 ચમચી સોજી

1 ચમચી દળેલી ખાંડ

1/2 ચમચી મીઠું

2 ચમચી દહીં

1 – 2 ચમચી તેલ

ચપટી ખાવાનો સોડા

પાણી

પીઝા બનાવવા માટે :

બનાવેલો પીઝા બેઝ

પીઝા સોસ

મોઝરેલા ચીઝ

પ્રોસેસ ચીઝ

કેપ્સીકમ

ચીલી ફ્લેક્સ

ઓરેગાનો

બટર

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં લોટ બાંધવા માટેની બધી સામગ્રી લઈ લો હવે એનો પરોઠા જેવો લોટ બાંધી ને તૈયાર કરી લો લોટને ઢાંકીને રહેવા દો

2) હવે આમાંથી એક મિડીયમ સાઈઝ નો રોટલો વણીને તૈયાર કરી લો અટામણ માટે કોર્ન ફ્લોર , ચોખાનો લોટ કે મેંદો લઇ શકો છો

3) હવે પીઝા બનાવવા માટે કોઈ આ રીતની પ્લેટ લઈ લો એમાં પહેલા બટર લગાવી દો અને રોટલા આમાં લઈ લો અને કાંટાની મદદથી એના પર કાણાં કરી દો જેથી બેઝ ફૂલે નહીં

4) પીઝા બેઝ ની ઉપર પીઝા સોસ લગાવો પછી એના ઉપર તમારું મનગમતું ટોપિંગ મૂકો બંને ચીજ આના પર છીણીને નાખીશું થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને પીઝા ની કિનારી ઉપર બટર લગાવો

5) પીઝા ને બેક કરવા માટે આપણે એક કડાઈમાં મીઠું નાખીને એને ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ થવા માટે મુકીશું એ ગરમ થઈ જાય પછી એક  સ્ટેન્ડ મૂકીને બનાવેલો પીઝા મૂકો અને ઢાંકીને ધીમા ગેસ પર 15 – 20 મિનિટ માટે બેક કરો તમારે જો પીઝા ને ઓવનમાં બનાવવો હોય તો 180 ડિગ્રી ઉપર 12 થી 15 મિનિટ માટે બેક કરી શકો છો

6) 20 મિનિટ પછી તમે જોશો તો પીઝા બેક થઈ ગયો હશે પાછળ પણ લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો થવો જોઈએ જો એવું ના થયો હોય તો એકાદ-બે મિનિટ વધુ બેક કરવો પીઝા ને સર્વિંગ પ્લેટમાં લઈને કટ કરીશું

7) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને યમ્મી પીઝા બનીને તૈયાર છે

Watch This Recipe on Video