ગરમીમાં ઠંડક આપે એવું ટેસ્ટી અને હેલ્ધિ બદામશેક ઘરે બનાવો કલર કે પ્રિઝર્વેટિવ વગર | Badam Shake

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશુ ગરમીમાં ઠંડક આપે એવું અને હેલ્ધી બદામ શેક આ ખૂબ જ ટેસ્ટી અને યમ્મી હોય છે બહાર જે બદામ શેક મળતું હોય છે એમાં આર્ટિફિશિયલ કલર અને એસેન્સ નો ઉપયોગ થતો હોય છે જ્યારે આપણે ઘરે કલર , એસેન્સ કે પ્રિઝર્વેટિવ વગર આ બદામ શેક બનાવીશું જેથી વધુ હેલ્ધી બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવુ એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 3 ગ્લાસ

સામગ્રી :

500 ml ફુલ ફેટ નુ દૂધ

1/2 કપથી ઓછી ખાંડ

1 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર

પાણી જરૂર પ્રમાણે

પલાળેલું કેસર

15 પલાળેલી બદામ

સમારેલી બદામ

રીત :

1) સૌથી પહેલા દૂધને ગાળી ને ગરમ કરવા માટે મૂકો

2) દૂધ ઊકળે ત્યાં સુધીમાં બદામની પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે આ પેસ્ટ બનાવવા માટે બદામને તમારે પાણીમાં ચારથી પાંચ કલાક કે આખી રાત માટે પલાળી ને રાખવા ની પછી તેને છોલીને એની સાથે એક થી બે ચમચી જેટલું પાણી નાખીને મિક્સરમાં એની પેસ્ટ બનાવીને તૈયાર કરવી

3) કેસરને થોડા પાણીમાં પલાળીને રાખીશું કેસરને પાણીને બદલે દૂધમાં પલાળી રાખવુ હોય તો રાખી શકો છો હવે એક વાટકીમાં કસ્ટર પાવડર માં થોડું પાણી નાખીને એને મિક્સ કરી લો

4) જે દૂધ ગરમ કરવા માટે મુક્યું હતું એ ગરમ થાય એટલે એમાં ખાંડ અને બદામની પેસ્ટ નાખીને મિક્સ કરો , દૂધમાં ઉભરો આવે એટલે એમાં પલાળેલું કેસર નાખો હવે એને મિડીયમ ગેસ ઉપર ઉકળવા દો અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું

5) થોડીવાર પછી એમાં કસ્ટર પાવડર ની પેસ્ટ નાખો કસ્ટર્ડ પાઉડર નાખ્યા પછી દૂધને સતત હલાવતાં રહેવું જેથી તે નીચે ચોંટે નહિ

6) આ રીતે દૂધ ને 12 થી 15 મિનિટ માટે ઉકાળી લેવું દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દઈશું કેમકે આ ઠંડુ થાય પછી પણ થોડું ઘટ્ટ થશે હતો હવે આ દૂધને નીચે ઉતારીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દો પછી એને એક વાસણમાં કાઢીને ફ્રીજમાં ત્રણ થી ચાર કલાક માટે ઠંડુ કરો

7) દૂધ ઠંડું થયા પછી આ રીતે થોડું ઘટ્ટ થઇ જશે અને નો કલર પણ થોડો બદલાઈ જશે હવે એને સર્વિંગ ગ્લાસ માં લઈ આના ગાર્નિશીંગ માટે ઉપરથી થોડી સમારેલી બદામ નાખીશું

8) હવે આ સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી બદામ શેક બનીને તૈયાર છે અને તમે ફ્રીજમાં ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video