લારી પર મળે એવા નાસ્તાનાં પૌંવા ઘરે બનાવો | Poha Recipe | Poha Banane ki Rit | Quick Pauva Recipe

 હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો  પૌવા , પૌવા આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એક અલગ મેથડથી અને ખૂબ જ ઓછા તેલમાં પૌવા બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે અને અને તમે આને ઠંડા સર્વ કરશો તો પણ ખુબ જ સરસ લાગે છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનીટ

સર્વિંગ : 2 વ્યક્તિ

સામગ્રી :

2 કપ પૌવા

2 ચમચી તેલ

1 ચમચી રાઈ

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી ખાંડ

2 સમારેલા લીલા મરચાં

મીઠા લીમડાના પાન

થોડી હિંગ

1 ચમચી સિંગદાણા

વરીયાળી

સર્વિંગ માટે :

પૌવા

બનાવેલો મસાલો

સમારેલા ટામેટા

દાડમના દાણા

છીણેલું બીટ

રતલામી સેવ

લીંબુનો રસ

સમારેલી ડુંગળી (જો તમારે નાખવી હોય તો)

મસાલો બનાવવા માટે :

1/2 ચમચી લાલ મરચું

થોડું મીઠું

1/2 ચમચી દળેલી ખાંડ

ચાટ મસાલો

રીત :

1) સૌથી પહેલા પૌવા ને ચાળીને કાણાવાળા વાડકામાં લઈ લો પછી એને ધોઈને એક વાટકામાં લઈ લઈશું

2) પછી એમાં હળદર , મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરો પછી એમાં તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો

3) હવે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવાનું શરુ થાય એટલે એમાં કાણાવાળી જાળી મૂકીને ઉપર આ વાટકો મૂકી દો અને મિડિયમ ગેસ ઉપર દસ મિનિટ માટે બાફી લો

4) મસાલો બનાવાની બધી સામગ્રી એક વાટકીમાં લઇ મિક્ષ કરી લો

5) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , સમારેલા લીલા મરચા અને શીંગદાણા નાખીને સાંતળી લો.ત્યાર બાદ તેમાં વરીયાળી , હિંગ અને મીઠો લીમડો નાખી દો પછી એમાં બાફેલા પૌંઆ નાખો

6) ધીમા ગેસ ઉપર આને સરસ રીતે મિક્સ કરી લો મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આને ઢાંકીને સેજલસહેજ વાર રહેવા દઇશું પછી એને સર્વિંગ પ્લેટમાં લઈશું

7) હવે આના ગાર્નીશિંગ માટે જે ઉપર સામગ્રી જણાવી છે કે વારાફરતી નાખીશું

8) હવે આ એકદમ ટેસ્ટી અને હેલ્ધિ પૌવા બનીને તૈયાર છે

Watch This Recipe on Video