આ રેસીપી જોયા પછી ક્યારેય તરબૂચની છાલ નહિ ફેંકો | Tutti Frutti Recipe | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઘરે બધું ફ્રુટ માર્કેટ ટુટીફ્રૂટી ઘરે ટુટીફ્રૂટી બનાવવી ખૂબ જ સરળ છે અને આજે હું તમને જે વસ્તુ આપણે ફેંકી દેતા હોઈએ છીએ એનો ઉપયોગ કરીને ટુટીફ્રૂટી કેવી રીતે બનાવી એ શીખવાશ તરબૂચનો લાલ ભાગ ખાઈએ છીએ અને એનો સફેદ ભાગ જે નીકળે છે એને આપણે ફેકી દેતા હોઈએ છીએ તો એ જ ભાગનો આજે ઉપયોગ કરીને ટુટીફ્રૂટી બનાવીશું જે ખુબ જ સરસ બને છે તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લેઈએ

તૈયારીનો સમય : 15 20 મિનિટ

બનાવવાનો સમય : 15 20 મિનિટ

સામગ્રી :

તરબૂચના છાલ

પાણી

1 કપ ખાંડ

૩/4 કપ જેટલું પાણી (ચાસણી બનાવવા માટે)

ફૂડ કલર અને એસેન્સ અથવા ઈમ્યુલ્સન

રીત :

1) સૌથી પહેલા તરબૂચના ટુકડા નો સફેદ ભાગ ઉપયોગમાં લેવાનો છે તો હવે જે લીલો ભાગ હોય છે એને છોલી લો અને પછી એને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લો

2) હવે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવાનું શરૂ થાય એટલે તરબૂચના ટુકડા આમાં ઉમેરો અને એને 7- 8 મિનિટ માટે બાફી લો

3) હવે એક વાસણમાં ખાંડ અને પાણી લઈ લો અને એને મીડીયમ ગેસ ઉપર ઉકળવા માટે મૂકો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી અને ઉકાળવાનું છે

4) હવે આમાં બાફેલા તરબૂચના ટુકડા નાંખીશું અને 6 થી 7 મિનિટ માટે ઉકાળી લઈશું આ રીતે ઉકળી જાય પછી ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી અને ચાર ભાગમાં આપણે વહેચી દઈશું તમારી જો એક જ કલર ની ટુટીફ્રૂટી બનાવવી હોય તો એને ચાર ભાગમાં વહેંચવાની જરૂર નથી

5) હવે વાટકીમાં જુદી-જુદી ફ્લેવરનું ઈમ્યુલ્સન નાખી દો જો તમારે ફૂડ કલર અને એસેન્સ બંને મિક્સ કરવું હોય તો પણ કરી શકો અને કોઈ એક જ કલરની ટુટીફ્રૂટી બનાવવી હોય તો તમારો મન ગમતો કલર અને વેનિલા એસેન્સ પણ તમે નાખી શકો છો આને સરસ રીતે આ મિક્સ કરી દેવાનું છે અને આ રીતે ટુટીફ્રૂટી મિક્ષ કર્યા પછી એને આખી રાત કે 10 થી 12 કલાક માટે ઢાંકીને રહેવા દઇશું

6) બીજા દિવસે તમે જોશો તો ટુટીફ્રૂટી માં સરસ કલર અને ફ્લેવર આવી ગઈ હશે હવે આ રીતે પેપર નેપકીન પાથરી દો અને પાણી વગર ટુટીફ્રૂટી વાટકીમાંથી કાઢીને આવી રીતે પાથરી દો પછી અને બીજા પેપર નેપકીન ઉપર લઈને છૂટી કરી દો એટલે જલદી સુકાઈ જાય

7) આ રીતે એને ડીશમાં મૂકી ને આપણે 3 થી 4 કલાક માટે સુકાવા દેવાની છે બહાર તાપમાં નથી મૂકવાની ઘરમાં જ એની જાતે સુકાઈ જશે અને ટુટીફ્રૂટી કાઢ્યા પછી જે પાણી વધે એમાં સાદું પાણી ઉમેરીને શરબત તરીકે પી શકો છો 3 થી 4 કલાક પછી ટુટીફ્રૂટી આ રીતે થોડી સુકાઈ જાય પછી તેને મિક્ષ કરી દઈશું આને પૂરેપૂરી નથી સુકવવાની એ વાતનું ધ્યાન રાખવાનો

8) હવે આ સરસ મજાની ઘરે બનાવેલી ટુટીફ્રૂટી બનીને તૈયાર છે અને તેને ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video