ફક્ત ૧ કપ દૂધથી અને બધાંનાં ઘરમાંથી મળી જાય એવી સામગ્રીથી નેચરલ રીતે મેંગો આઇસ્ર્કિમ | Mango Ice-cream

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘરે ઈંડા વગર નો મેંગો આઈસ્ક્રીમ , મેંગો આઇસ્ક્રીમ આજે આપણે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જાય છે તો આસાનીથી કોઈપણ આ આઈસક્રીમ બનાવી શકે છે તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 12 થી 14 કલાક

સર્વિંગ : 4 – 5 વ્યક્તિ

સામગ્રી :

1 કપ દૂધ

2 નાની ચમચી કોર્ન ફ્લોર

4 ચમચી ખાંડ

2 હાફૂસ કેરી નો પલ્પ

3/4 મલાઈ કે ક્રીમ

રીત :

1)  સૌથી પહેલા દૂધને ગાળી ને એક કપમાં લઈ લો હવે એમાંથી ત્રણ ચાર ચમચી જેટલું દૂધ એક વાટકીમાં લઈશું અને બાકીનું દૂધ ગરમ કરવા માટે મુકીશું વાટકીમાં જે દૂધ કાઢ્યું છે અમ કોર્ન ફ્લોર નાખીને મિક્ષ કરી દો  

2) દૂધ ગરમ થવાનું શરૂ થાય એટલે તેમાં ખાંડ નાખો અને ખાંડ ઓગળી જાય ત્યાર બાદ એમાં બનાવેલી કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખી દો અને એને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહી બે થી ત્રણ મિનિટ પછી મિશ્રણ આ રીતે ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દઇશું

3) મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે હજુ થોડું ઘટ્ટ થઇ જશે

4) હવે આમાં નાખવા માટે હાફૂસ કેરીને છોલીને ટુકડા કરીને પાણી વગર મીક્સરમાં એની પ્યુરી બનાવીને તૈયાર કરો તમારે હાફૂસ ના બદલે કેસર કેરી લેવી હોય તો પણ લઈ શકો છો પણ કેરી મીઠી હોવી જોઇએ અને સાથે જ આપણે ઘરમાં જે મલાઇ ફ્રીજમાં ભેગી કરતા હોઈએ છીએ એ નાંખીશું અને મલાઈ બને ત્યાં સુધી ત્રણ ચાર દિવસની લેવી વધારે જુની મલાઈ ના લેવી મિક્સરમાં સરસ રીતે આની પ્યુરી બનાવીને તૈયાર કરી લઈશું અને પછી એરટાઈટ ડબ્બામાં લઈને એને આપણે સાથે સાત – આઠ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું

5) આઠ કલાક પછી આઈસ્ક્રીમ આ રીતે જામી ગયો હશે આ ખૂબ જ કઠણ થઈ ગયો હોય એટલે 10 – 15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઇશું જેથી થોડો ઢીલો થઇ જાય પછી એને ફરીથી મિક્સર જારમાં લઈને આપણે ચર્ન કરી લઈશું જેથી એકદમ સ્મૂથ થઈ જાય એને ફરીથી અને એરટાઈટ ડબ્બામાં લઈને આપણે સાથે આઠ કલાક માટે ફ્રીઝરમાં મુકવાનો છે

6) આઠ કલાક પછી હવે આઈસ્ક્રીમ બનીને તૈયાર છે એને આપણે એને સ્કુબની મદદથી આ રીતે સ્કુબ કરી લઈશું અને પછી સર્વિંગ બાઉલમાં લઈશું તમારે આઈસ્ક્રીમ ની આ રીતે સર્વ કરવો હોય તો પણ કરી શકાય અને એની પર ગાર્નિશીંગ માટે તમારે પીસ્તા કે કેરીના ટુકડા નાખવા હતો પણ નાખી શકો છો

7) હવે આ સરસ મજાનો ઘરની સામગ્રીમાંથી બનાવેલો ઈંડા વગર નો મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video