ડોમીનોઝ જેવી બ્રેડ મેંદા-યીસ્ટનો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર અને ઓવનમાં બનાવાની પરફેક્ટ રીત | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડોમિનોઝ માં મળે એવી ચીઝ બ્રેડ , ડોમિનોઝ માં બ્રેડ મળે છે એ ચીઝ ગાર્લિક બ્રેડ હોય છે.આજે આપણે લસણનો ઉપયોગ કર્યા વગર આ બ્રેડ બનાવીશું અને બહારની બ્રેડ માં મેંદો અને યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે અને કોમર્શિયલ ઓવનમાં બેક કરવામાં આવતી હોય છે જ્યારે આપણે આજે મેંદાનો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર આ બ્રેડ કેવી રીતે બનાવી એ જોઇશું સાથે જ આમા મેં ઘરના બનાવેલા ચીઝનો ઉપયોગ કર્યો છે જેથી વધારે હેલ્ધી બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 2 ચીઝ બ્રેડ

સામગ્રી  :

1 કપ ઘઉંનો ઝીણો લોટ

1/2 ચમચી મીઠું

4 ચમચી દહીં

1/2 ચમચી બેકિંગ પાઉડર

1/4 ચમચી બેકિંગ સોડા

2 ચમચી તેલ

1/4 કપ દૂધ

હર્બ બટર બનાવવા માટે :

2 ચમચી બટર

ઇટાલિયન કે પીઝા સીઝ્નીંગ

4 થી 5 કળી લસણ (જો નાખવું હોય તો)

મોઝરેલા ચીઝ

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લઈ એને મેંદાની ચારણીથી ચાળી લો પછી એમાં બાકીની સામગ્રી ઉમેરો અને એમાં ફ્રુદૂધ ઉમેરતા જઈને આનો લોટ બાંધી દો તમારે જો આનો બેઝ સિમ્પલ રાખવો હોય તો પણ રાખી શકો છો અત્યારે મેં આમાં થોડા ચીલી ફ્લેક્સ નાખ્યા છે આ રીતે એનો ઢીલો લોટ બાંધી ને તૈયાર કરવાનો છે

2) લોટ બંધાઈ જાય પછી એને કિચન પ્લેટફોર્મ સાફ કરીને એના ઉપર લઈ લો શરૂઆતમાં તમે જ્યારે લોટ મસળશો ત્યારે હાથમાં ચોંટશે પણ જેમ તમે એને મસળતા જશો એ એકદમ સરસ સુંવાળો થઈ જશે અને બિલકુલ પણ હાથમાં નહીં ચોંટે આવું એનું ટેક્ષ્ચર આવે ત્યાં સુધી એને સતત મસળવાનો છે હવે આને ઢાંકીને અડધો કલાક માટે મુકી દો

3) હર્બ બટર બનાવવા માટે એક વાટકીમાં બધી સામગ્રી લઇ તેને સરસ રીતે મિક્સ કરી દો તમારે જો લસણ નાખવું હોય તો લસણને અધકચરું વાટીને ઉમેરી શકો છો

4) જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને આપણે અડધો કલાક પછી ફરીથી મસળીશું હવે આમાંથી લુઓ બનાવો એની રોટલી વણીને તૈયાર કરો

5) હવે એના ઉપર બનાવેલું હર્બ બટર લગાવો હવે એક બાજુ ચીઝ નાખો અને તમારું મનપસંદ ઇટાલિયન કે પીઝા સીઝ્નીંગ એના ઉપર નાખો અને કિનારી ઉપર થોડું પાણી લગાવી દો હવે એને ચોટાડી દો પછી આ રીતે કાંટા ની મદદથી તેની કિનારી પર નિશાન કરો જેથી ડિઝાઇન પણ બની જશે અને તેની કિનારી પણ સરસ રીતે ચોંટી જશે

6) ઉપરના ભાગ ઉપર સાદુ બટર લગાવો એના ઉપર થોડા ચીલી ફ્લેક્ષ નાખો  તમારે આની ઉપર લસણ લગાવવું હોય તો પણ લગાવી શકો છો અને ઉપરના ભાગ પર આપણે આ રીતે કટ કરીને નિશાન લગાવવાના છે એને પૂરેપૂરું કટ કરવા નું નથી એ વાતનું ધ્યાન રાખવું હવે એને બેક કરવા માટે એક એલ્યુમિનીયમની કે નોન સ્ટીક ની થાળી લઇ એમાં બટર લગાવીને બનાવેલી બ્રેડ આમાં મૂકી દઈશું

7) હવે એક કઢાઈમાં મીઠું નાખીને એને ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ કરી લો પછી સ્ટેન્ડ ઉપર આ થાળી મુકીને ઢાંકી ધીમા થી મધ્યમ ગેસ ઉપર 20 થી 25 મિનિટ માટે બેક કરો

8) તે જ રીતે બીજી બ્રેડ બનાવીને તૈયાર કરો અને એને ઓવનમાં બેક કરીશું તો ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરી લેવું પછી બ્રેડ તેમાં મૂકીને 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે કે જરૂર પડે ત્યાં સુધી અને બેક કરવી

9) ગેસ પર જે બ્રેડ બેક કરવા મુકી હતી તે 25 મિનિટ પછી બેક થઈ ગઈ છે એને આવો કલર આવે ત્યાં સુધી એને બેક કરવી હવે એને બહાર લઈ લઈએ  હવે એને પૂરેપૂરી કરી લો તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ બનીને તૈયાર થઇ છે

10) ઓવનમાં જે બ્રેડ બેક કરવા માટે મૂકી હતી એને 20 મિનીટ નો સમય થયો છે એને પણ બહાર લઈ લેઈશુ તો આ પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં અને ઓવન ના હોય તો આ રીતે ગેસ ઉપર પણ તમે હવે આપણે આ બ્રેડ બનાવી શકો છો આ ખુબ જ સરસ લાગે છે

11) હવે આ સરસ મજાની મેંદાની કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર ની ચીઝ  બ્રેડ બનીને તૈયાર છે

Watch This Recipe on Video