આજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ચકરી , ચકરી ઘણી બધી રીતે બનતી હોય છે ઘઉંનો લોટ બાફી ને , ચોખાના લોટમાંથી , પૌવાથી પણ આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ચકરી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સામગ્રી :
1 કપ દાળિયા
1/2 કપ રાંધેલો ભાત
2 ચમચી વાટેલા લીલા મરચા
ચપટી હળદર
1 ચમચી લાલ મરચું
1 ચમચી તલ
મીઠું સ્વાદપ્રમાણે
થોડું જીરુ
2 ચમચી ચોખાનો કે ઘઉંનો લોટ
પાણી જરૂર પ્રમાણે
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા જે દાળિયા લીધા છે એને સાફ કરીને મિક્સર જારમાં લઈ એને દળીને એનો પાઉડર બનાવી લેવો હવે આપણે એને એક વાટકામાં લઈ લઈશું

2) પછી એ જ મિક્સર જારમાં ભાત અને ચોખાનો લોટ ઉમેરીને એને પણ સરસ રીતે મિક્સ કરી લો

3) હવે બધા મસાલા આમાં ઉમેરી દો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધી દો હવે થોડું તેલ લઈને લોટને મસળી લો

4) હવે સેવ બનાવાનો જે સંચો હોય છે એ લઈને એમાં સ્ટાર ની જાળી લઈશું સંચાને અને જાળીને સરસ રીતે તેલ લગાવી દો પછી બાંધેલો લોટ એમાં ભરી દો

5) એક થાળીમાં તે ડીશમાં આ રીતે ચકરી બનાવતા જાવ એનો છેલ્લો જે ભાગ હોય એને સરસ રીતે ચોંટાડી દેવો જેથી ચકરી તળતી વખતે ખૂલે નહીં

6) હવે તેલ ગરમ કરવા માટે મૂકી દો તેલ ગરમ થાય એટલે બનાવેલી ચકરી આમાં નાખો અને મીડીયમ ગેસ પર આને તળો અને તળતા વધારે સમય નહિ લાગે લગભગ ૨ થી ૩ મિનિટ માં આ તળાઈ ને તૈયાર થઈ જાય છે આવી ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે એને બહાર લઈ લઈશું

7) હવે આ સરસ મજાની ચકરી બનીને તૈયાર છે એ એકદમ ઠંડી થઈ જાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો
