ઘરમાં બધાંને ભાવે એવું ટેસ્ટી પંજાબી શાક | Punjabi Subji | Paneer ki Subji | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક પંજાબી સબ્જી “ અચારી વેજ પનીર ”  આ સબ્જી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી  બને છે આને તમે રોટી , પરાઠા , નાન , કુલચા કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનીટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

250 ગ્રામ ટામેટા

5 – 6 કાશ્મીરી સૂકા લાલ મરચાં

પાતળા લાંબા સમારેલા શાકભાજી

2 – 3 ચમચી તેલ

2 ચમચી માખણ કે જોગી

1/2 ચમચી જીરૂ

1 સૂકું લાલ મરચું

તમાલપત્ર

સૂકા લાલ મરચા અને આદુની પેસ્ટ

150 ગ્રામ પનીર

2 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરૂ

મીઠું સ્વાદ પ્રમાણે

1 નાની ચમચી સૂકી મેથીના દાણા

1 નાની ચમચી વરીયાળી

1 ચમચી ટોમેટો કેચપ

2 – 3 ચમચી પાણી

1 ચમચી પંજાબી ગરમ મસાલો

1 ચમચી આચાર મસાલો

1 ચમચી ખાંડ (ઓપ્સનલ)

સમારેલી કોથમીર

કસૂરી મેથી

રીત:

1) સૌથી પહેલા ટામેટાને ધોઈને આ રીતે મોટા ટુકડામાં સમારી લો પછી એની સાથે કાશ્મીરી મરચાં નાખીને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને માઈક્રોવેવમાં પાંચ મિનિટ માટે ગરમ કરી લો તમારે એને ગેસ પર ગરમ કરવું હોય તો પણ કરી શકો છો આ ઠંડુ થાય એટલે પાણી નિતારીને મિક્ષર જારમાં લઇ પાણી વગર જ તેની પ્યુરી બનાવીને તૈયાર કરવી અને જે વધેલું પાણી છે એને આપણે આગળ શાકમાં ઉપયોગમાં લઈ લઈશું પ્યુરી બનીને તૈયાર થાય આ રીતે પ્યુરી બનીને તૈયાર થાય પછી એને કાણાવાળા વાટકાથી ગાળી લો જેથી એના જે બીયા અને છોતરા હશે એ નીકળી જશે

2) હવે નાની કડાઈ ગરમ કરવા માટે મૂકો એમાં મેથીના દાણા અને વરીયાળી ને ધીમા ગેસ પર કલર બદલાય ત્યાં સુધી શેકી લો પછી એને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે એને ખાંડણીમાં અધકચરું વાટીને તૈયાર કરો

3) હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મૂકો તે ગરમ થાય એટલે એમાં જીરું, સુકું મરચું અને તમાલપત્ર નાખો ત્યારબાદ તેમાં તમારે સમારેલા શાકભાજી ઉમેરો અને એને ફાસ્ટ ગેસ પર બે મિનિટ માટે સાંતળી લો (તમારે જો ડુંગળી લસણ નાખવું હોય તો ૪ -૫ કળી અધકચરું વાટેલું લસણ અને ૨ લાંબી પાતળી સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી શાકભાજી નાખો)શાકભાજી સંતળાય ત્યારબાદ તેમાં સુકા મરચા અને આદુની પેસ્ટ નાખો અને સરસ રીતે મિક્સ કરી લો

4) હવે એમાં ટામેટા ની બનાવેલી પ્યુરી નાખો આની સાથે બધા મસાલા કરી દઈશું અને જે મેથી અને વરીયાળી વાટીને રાખ્યું છે એ પણ ઉમેરી દઈશું અને સરસ રીતે કરી લઈશું બધું મિક્સ થઈ જાય પછી એને ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર ચડવા દો

5) હવે જે પનીર લીધું છે એમાંથી થોડું પનીર આપણે છીણીને નાખવા માટે રહેવા દઇશું અને ૧૦૦ ગ્રામ જેટલું પનીર આ રીતે ટુકડા કરીને સાંતળીશું પનીર નો થોડો કલર બદલાય એવું જ એને સાંતળવાનું છે

6) હવે શાકને ખોલીને એક વાર હલાવી લો પછી તળેલું પનીર તેલમાંથી કાઢીને આમાં ઉમેરી દો આમાં ટોમેટો કેચપ અને તેમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને આમાં ઉમેરો ત્યારબાદ ગરમ મસાલો અને આચાર મસાલો ઉમેરી દો અને ખાંડ પણ આ સમયે ઉમેરી દો તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો બધું સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને થોડી વાર ચઢવા દો

7) થોડીવાર પછી શાકમાં તેલ ઉપર આવે એટલે કસુરી મેથીને હાથથી મસળીને આમાં ઉમેરી દો અને થોડીવાર ચઢવા દો

8) તેલ ઉપર આવી જાય એટલે જે પનીર રાખ્યું હતું એને આપણે છીણીને આમાં ઉમેરી દઈશું અને શાકને સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસ બંધ કરીએ ત્યારે શાક આવું ઘટ્ટ હોવું જોઈએ હવે આને સર્વિંગ બાઉલમાં લઈશું અને એના ઉપર સમારેલી કોથમીર થોડું પનીર છીણીને નાખીશું

9) હવે આ અચારી વેજ પનીર ની સબ્જી સર્વિંગ માટે તૈયાર છે

Watch This Recipe on Video