એક જ પ્રકારનાં ભજીયા અને ગોટા ખાઇને કંટાળી ગયા છોતો બનાવો આ ટેસ્ટી અને ક્રિસ્પી પકોડા | Pakoda Recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે એવા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કોર્ન પકોડા જેને મકાઈ ના ભજીયા પણ કહેતા હોય છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ઓછી સામગ્રીમાં આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

2 કપ ફ્રેશ કે ફ્રોઝન અમેરિકન મકાઈ ના દાણા

3 થી 4 લીલા મરચાં

1 નાનો આદુનો ટુકડો

મીઠું સ્વાદ પ્રમાણે

થોડું જીરું

ચાટ મસાલો

ચીલી ફ્લેક્સ

2 ચમચી કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ

1/2 કપ બેસન

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા અહીંયા મેં ફ્રોઝન મકાઈના દાણાને થોડીવાર માટે પાણીમાં પલાળીને રાખ્યા છે તમે જો ફ્રેશ મકાઈના દાણા લેતા હોય તેને કૂકરમાં બે વ્હીસલ કરીને બાફી લેવા અને પછી ઠંડા કરીને ઉપયોગમાં લેવા દાણા નું પાણી આપણે નીતારી લઈશું જે દાણા લીધા છે એમાંથી બે થી ત્રણ ચમચી જેટલા દાણા વાટકી માં અલગ કાઢી લઈશું

2) બાકીના દાણાને મિક્સર જારમાં લઈ એમાં મરચા અને આદું નાખી અધકચરા વાટીને તૈયાર કરી લઈએ આને એકદમ ઝીણા નથી વાટવાના

3) હવે આને એક વાટકામાં લઈ લો આની સાથે જે મકાઈના દાણા આપણે સાઈડમાં કાઢીને મુક્યા હતા એ આમાં ઉમેરી દઈશું અને સાથે જ બધા મસાલા અને બંને લોટ ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં પાણી નાખવાની જરૂર નથી હોતી આ રીતે નો લોટ બંધાઈ જશે જરૂર લાગે તો થોડો ચોખાનો લોટ કે બેસન ઉમેરી શકો છો

4) હવે ભજીયા બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે આમાંથી આ રીતે નાના પકોડા બનાવી ને તૈયાર કરો આને પરફેક્ટ ગોળ શેપમાં નથી બનાવવાના આને આપણે મીડીયમ થી ફાસ્ટ ગેસ પર તળવાના છે થોડી થોડી વારે આને ફેરવતા રહીશું અને ધીમા ગેસ ઉપર આને નથી તળવાના નહી તો તેલ ભરાઈ જાય ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તળાય એટલે આપણે એક વાસણમાં લઈ લઈશું

5) હવે આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી કોર્ન પકોડા બનીને તૈયાર છે જેને આપણે ટોમેટો કેચપ એને તીખી ચટણી ની સાથે સર્વ કરીશું

Watch This Recipe on Video