માર્કેટ જેવા જ કૂકીઝ ઘરે બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત | Eggless Peanut Butter Cookies | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માર્કેટમાં મળે એવા પીનટ બટર કુકીઝ આને બનાવવા માટે આપણે મેંદો , ઈંડા કે રેગ્યુલર ખાંડ નો ઉપયોગ નથી કરવાના એટલે આ કુકીઝ ખૂબ હેલ્ધિ બને છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય અને ઓછી મહેનત લાગે છે સાથે જ તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ : 10 કુકીઝ

સામગ્રી :

3.5 ચમચી બ્રાઉન સુગર

2 ચમચી સોલ્ટેડ બટર

4 ચમચી ક્રંચી પીનટ બટર

3/4 કપ ઘઉંનો ઝીણો લોટ

1/2 ચમચી વેનિલા એસેન્સ

1/2 ચમચી બેકિંગ પાઉડર

1/4 ચમચી ખાવાનો સોડા

રીત :

1) સૌથી પહેલા બ્રાઉન સુગર લઈને એને મિક્સર જારમાં દળીને તૈયાર કરી લો જેથી આ રીતે પાઉડર બની જશે હવે એક વાટકામાં એને લઈ લો

2) એની સાથે જ સોલ્ટેડ બટર , પીનટ બટર અને વેનિલા એસેન્સ નાખીને સરખી રીતે મિક્સ કરી લો

3) આ રીતે મિક્સ થઇ જાય એટલે એમાં મેંદો , બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચાળીને નાખો હવે સ્પેચ્યુલા ની મદદથી એને થોડુંક મિક્સ કરો પછી હાથ થી એનો લોટ બાંધીને તૈયાર કરો

4) જે લોટ બાંધ્યો છે એને એક વાર મસળી લેવાનો એમાંથી આ રીતે મીડિયમ સાઇઝના કુકીઝ બનાવીને તૈયાર કરવા અને બેકિંગ ટ્રેમાં લઈ લઈશું

5) કુકીઝ ને પ્રી હીટ કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી ઉપર ૧૨ થી ૧૩ મિનિટ માટે બેક કરી લો દરેક ઓવર નું ટેમ્પરેચર અલગ અલગ હોય એટલે દસ મિનીટ પછી ચેક કરી લેવા બાર મિનિટ પછી કૂકીઝ બેક થઈ ગયા છે

6) એને આપણે બહાર લઈ લઈશું આ ગરમ હોય ત્યારે એકદમ પોચા હોય એટલે ત્યારે એને અડવાનું નહીં એને આપણે કુલીંગ રેક ઉપર ઠંડા થવા દઈશું અડધો કલાક પછી કુકીઝ ઠંડા થઈ જાય એ પછી તમે આને ડબ્બામાં ભરી શકો છો

7) હવે સરસ મજાના ઈંડા વગર ના પીનટ બટર કુકીસ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video