ફક્ત 1 ચમચી તેલમાં બનાવો પુરા ફેમિલી માટે સાબુદાણા ના વડા । Sabudana Vada | Farali Recipe | Vada

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એક ફરાળી રેસીપી આજે આપણે સાબુદાણા બટાકા ના વડા બનાવીશું જનરલી આપણે વડા તળીને બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમને તળ્યા વગર અને તળીને સાબુદાણા બટાકા ના વડા કેવી રીતે બનાવવા એ શીખવાડીશ જેથી જો તમે વજન ઉતારવા માંગો છો  તો તળ્યા વગર પણ આને બનાવીને ખાઈ શકો જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ : 2 – 3 વ્યક્તિ

સામગ્રી ;

1 મોટો વાડકો પલાળેલા સાબુદાણા

3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા

1 ચમચી વાટેલા આદુ-મરચાં

2 ચમચી સમારેલી કોથમીર

1/2 વાટકી શેકેલા સિંગદાણાનો ભૂકો

મીઠું સ્વાદપ્રમાણે

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણાજીરૂ

ચપટી ગરમ મસાલો

અડધા લીંબુનો રસ

2 ચમચી બૂરુ ખાંડ

રીત :

1) સૌથી પહેલા બટાકાને બાફીને છોલી ને એનો માવો કરીને તૈયાર કરી લેવો અને સાબુદાણાને ધોઈને આખી રાત પલાળી ને રાખવા સાબુદાણાને તમે જ્યારે ચેક કરો અને હાથથી દબાવો ત્યારે આસાનીથી આ રીતે દબાઈ જવા જોઈએ સીંગ ને શેકીને ફોલીને ચીલી કટરમાં એનો અધકચરો ભુકો કરીને તૈયાર કરવો

2) હવે આ બધી સામગ્રી અને બીજા મસાલા ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લો તમે જે વસ્તુ ઉપવાસમાં ના ખાતા હો એ skip કરી શકો છો

3) હવે આમાંથી જે પણ સાઈઝના તમારે વડા બનાવવા હોય એ પ્રમાણે ના વડા બનાવીને તૈયાર કરવા જો તમારે વડા ના બદલે ટીક્કીનો શેપ આપવો હોય તો પણ આપી શકો છો

4) હવે તળ્યા વગરના વડા બનાવવા માટે એક અપમ મેકર ગરમ થવા માટે મુકીશું એ ગરમ થાય એટલે એમાં થોડું થોડું તેલ નાખો અને બનાવેલા વડા આમાં મૂકો ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ પર એને ચડવા દો એક બાજુએ ક્રિસ્પી થાય પછી એને ફેરવીને બીજી બાજુ ચડવા દો આ રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવીને તેની કિનારી જે કે જ્યાં તમને જરૂર લાગતી હોય ત્યાં શેકી લો હવે એને ઢાંકવાની જરૂર નથી ખુલ્લા એને સરસ રીતે શેકી લઈશું તો આ રીતે તળ્યા વગરના સાબુદાણા ના વડા બનીને તૈયાર છે

5) હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દો તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલા વડા નાખવા અને મીડીયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા

6) તમારે જો વડા ના બદલે ટીક્કી બનાવી હોય તો ટીક્કી ને પણ તમે આ રીતે કોઈ પેન માં કે સાદી તવી માં પહેલાં થોડું તેલ મૂકી ને શેકી શકો છો બંને બાજુએ શેકાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લેવી

7) જે વડા આપણે બનાવ્યા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી આવા સરસ પોચા બને છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે

8) હવે આ સરસ મજાના સાબુદાણા બટાકા ના વડા બનીને તૈયાર છે જેને કોથમીર મરચાની તીખી ચટણી અને ખજુર આમલી ની મીઠી ચટણી સાથે સર્વ કરીશું

Watch This Recipe on Video