રક્ષાબંધન પર ઘરે બનાવો ૫૦ રૂ.થી પણ ઓછા ખર્ચમાં મીઠાઇની દુકાન કરતાં સરસ ગુલાબજાંબુ | Gulab jambu

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું માવા ના ગુલાબ જાંબુ , માવા ના ગુલાબ જાંબુ ખૂબ જ ટેસ્ટી અને યમ્મી હોય અને અને આને બનાવવા માટે સ્પેશિયલ હરિયાલી માવો ઉપયોગમાં લેવાતો હોય છે પણ આજે હું તમને ઘરની જ સામગ્રીમાંથી આ માવા ના ગુલાબ જાંબુ કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું જેનાથી તમે ઘરની જ સામગ્રીમાંથી અને એકદમ ચોખ્ખાઈ થી આને બનાવી શકો છો સાથે તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 15 ગુલાબજાંબુ

સામગ્રી :

500 મિલી ફૂલ ફેટ દૂધ

2 – 3 ચમચી પનીર

2 ચમચી મેંદો

2 ચમચી મિલ્ક પાઉડર

1/8 ચમચી બેકિંગ પાવડર

2 ચપટી ખાવાનો સોડા

1/2 ચમચી ચોખ્ખું ઘી

ચોખ્ખું ઘી તળવા માટે

ચાસણી બનાવવા માટે :

1 કપ ખાંડ (200 ગ્રામ)

1 કપ થી થોડું ઓછું પાણી (180 મિલી)

થોડો ઈલાઈચી પાવડર

થોડું કેસર

રીત :

1) સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કે નોન સ્ટીકની કડાઈ લઈને એમાં દૂધ ગાળીને ઉમેરો અને મીડીયમ ગેસ પર આને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો છો દૂધ ચોંટે નહી એનું ખાસ ધ્યાન રાખવું અને કિનારી ઉપર જે દૂધ ચોટેલું હોય એને પણ મિક્સ કરતા જવું દૂધ આ રીતે ઘટ્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો માવો બનીને તૈયાર છે આને આ જ કડાઈમાં આપણે ફેલાવી દઈશું અને નીચે ઉતારીને ઠંડો થવા દઈશું

2) લગભગ 20થી 30 મિનિટ પછી માવો ઠંડો થઈ જાય એટલે માવાનો કલર પણ બદલાઈ જશે હવે આમાં ઘી સિવાયની બાકીની બધી સામગ્રી ઉમેરીને દઈશું અને આને સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ થાય પછી એમાં ઘી ઉમેરો

3) હથેળીથી આ લોટને સરસ રીતે મસળતા જાવ જેથી સુંવાળો થઇ જાય લોટ મસળાઈ જાય પછી એમાંથી નાના-નાના ગોળા બનાવીને તૈયાર કરીશું

4) હવે આને તળવા માટે કડાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરવા માટે મૂકો તમારે જો આને  તેલમાં તળવા હોય તો પણ તળી શકો છો તો તમારે કોઈપણ ફ્લેવર વગર તેલ  એટલે કે સનફ્લાવર તેલ ઉપયોગમાં લેવું હોય પણ માવા ના ગુલાબ જાંબુન ઘીમાં તળશો તો એનો ટેસ્ટ વધારે સારો લાગશે ઘી ને થોડું ગરમ કરવાનું છે અને પછી સૌથી પહેલાં આમાં એક ગુલાબ જાંબુ નાખીને ચેક કરવાનું અને ધીમા ગેસ પર તળીશું જે ગુલાબજાંબુ તમે નાખો એ છૂટું પડી જાય તો બાકીના મિશ્રણમાં એક ચમચી મેંદો ઉમેરીને મિક્સ કરી લેવાનો અને ફરીથી ગોળા વાળવા ના તો આ રીતે જાંબુ ને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે

5) કડાઈમાં એક સાથે વધારે જાંબુ નહી નાખવાના જો ઘી નું ટેમ્પરેચર ઓછું થઇ જાય તો પણ જાંબુ કડાઈમાં છૂટા પડી જાય આ રીતે બધા તળીને તૈયાર કરી લઈશું

6) એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ થવા માટે મૂકો

7) આ ગરમ થાય એટલે એમાં કેસર અને ઈલાયચીનો પાવડર નાંખો આમા કોઈ તારની ચાસણી નથી બનાવાની ખાંડ અને પાણી તમે ઉકળવા મુકો એ થોડુ ચીકણું થાય એવું હોવું જોઈએ તો હવે આમાં ચીકાશ આવી જાય એટલે તળેલા ગુલાબ જાંબુ આમાં નાખવાના અને ધીમા ગેસ ઉપર આને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું પાંચ મિનિટ પછી ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકીને આને આ જ વાસણ માં ઠંડા થવા દો તો આને તમે એક દિવસ કે  પાંચ થી છ કલાક રહેવા દો

8) પછી તમે જોશો તો ચાસણીમાં ગુલાબજાંબુ સરસ ફૂલી ગયા હશે અને આમાં અંદર સુધી ચાસણી જાય છે જેથી એ એકદમ સરસ પોચા બની જાય છે જે ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે

9) હવે ગુલાબજાંબુ ને આપણે સર્વિંગ પ્લેટમાં લઈશું અને ઉપરથી થોડી ચાસણી અને સમારેલા પિસ્તા નાખીશું હવે સરસ મજાના ઘરની સામગ્રીમાંથી બનાવેલા માવા ના ગુલાબ જાંબુ બનીને તૈયાર છે જેને તમે ફ્રીઝ માં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો 

Watch This Recipe on Video