સાંજના જમવામાં ફક્ત 30 મિનિટ બની જાય એવી સાઉથ ઇન્ડિયન કોમ્બો રેસિપી | Idli Sambar & Coconut Chutney

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક સાઉથ ઇન્ડિયન કોમ્બો જેમાં આપણે ઈડલી , સાંભાર અને ચટણી બનાવીશું આજે હું તમને સાંભાર બનાવવાની એકદમ નવી રીત  શીખવાડીશ જેનાથી તમારે દાળને અલગથી દાળ બાફવાની જરૂર નથી તમારે જો આ સાઉથ ઇન્ડિયન કોમ્બો બનાવવો હોય તો ફક્ત ૩૦ થી ૩૫ મીનીટ માં જ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો આને કેવી રીતે બનાવી બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 4 – 5 વ્યક્તિ

સામગ્રી :

ઈડલી બનાવવા માટે :

2 કપ મોટો સોજી

3/4 કપ દહીં

પાણી જરૂર પ્રમાણે

મીઠું સ્વાદપ્રમાણે

1 થી 1.5 ચમચી ઈનો (ટોટલ)

તેલ જરૂર પ્રમાણે

સાંભાર બનાવવા માટેની સામગ્રી :

1/2 કપ તુવેરની કોરી દાળ

1 ચમચી ચણાની દાળ

સમારેલું શાકભાજી (દૂધી , બટાકા , રીંગણ , ટામેટા , લીલા મરચા)

2 ચમચી લાલ મરચું

2 ચમચી ધાણાજીરું

1 ચમચી સાંભાર મસાલો

મીઠું સ્વાદ પ્રમાણે

એક નાનો ગોળનો ટુકડો

2 – 3 ચમચી આમલીનો પલ્પ

પાણી જરૂર પ્રમાણે

1/2 ચમચી હળદર

વઘાર કરવા માટે :

2 ચમચી તેલ

1 ચમચી રાઈ

1 સૂકું લાલ મરચું

કોકોનટ ચટણી બનાવવા માટેની સામગ્રી :

4 – 5 ચમચી ફ્રેશ ટોપરું

2 – 3 ચમચી દાળિયા

2 લીલા મરચાં

15 – 20 મીઠા લીમડાના પાન

મીઠું જરૂર પ્રમાણે

2 ચમચી દહીં

2 ચમચી ખાંડ

પાણી જરૂર પ્રમાણે

વઘાર કરવા માટે :

1/2 ચમચી તેલ

થોડી રાઈ

1 સૂકું લાલ મરચું

રીત :

1) સૌથી પહેલા તુવેરની દાળ અને ચણાની દાળને એક વાટકામાં મિક્સ કરી લો પછી એને પાણીથી બેવાર ધોઈ ને બીજુ પાણી એમાં ઉમેરીને દસ મિનિટ માટે પલાળીને રાખો

2) એક વાટકામાં સોજી , દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને તેનું ઘટ્ટ ખીરું બનાવીને તૈયાર કરો અને થોડીવાર માટે સાઈડ માં મૂકી દો

3) હવે દાળને જે દાળ પલાળીને રાખી છે એને કુકર માં લઈ લો અને એની સાથે જ બધા મસાલા અને ગોળ ઉમેરો હવે ઉપર ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસ ઉપર એની ચાર થી પાંચ વ્હીસલ કરી લો

4) સોજી જે પલાળીને રાખ્યો હતો એમાંથી થોડો સોજી એક વાટકામાં લઈ લો એમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે એમાં થોડો ઈનો નાખો અને એની ઉપર એક થી બે ચમચી જેટલું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લો ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે

5) ઈડલી બનાવવા માટે તમે સ્ટીલનું એલ્યુમિનિયમનો કોઈ પણ વાસણ ઉપયોગમાં લઇ શકો છો એમાં પહેલા તેલ લગાવી દેવાનું અને પછી ખીરું બનાવ્યું છે એ આમાં નાખીશું

6) ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવા નું શરુ થાય એટલે ઇડલી ની થાળી આમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ પર એને ૬ – ૭ મિનીટ બફાવા દઈશું

7) કુકરની ૫ વ્હીસલ થઈ જાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દો પછી એને ખોલીને દાળને બ્લેન્ડ કરી લઈશું અને મીડીયમ ગેસ પર ઉકળવા મુકીશું આમાં હવે મીઠો લીમડો અને આમલીનું પાણી નાંખીશું આપને દાળ બાફતી વખતે જ આપણે બધા મસાલા કરી દીધા છે એટલે દાળને વધારે ઉકાળવાની જરૂર નથી

8) હવે વઘાર તૈયાર કરવાનો છે તો તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને સૂકું મરચું નાખવાનું અને વઘાર આપણે દાળમાં ઉમેરી દેવાનો છે દાળને તમારે જેવી જાડી પાતળી રાખવી એવી રાખી શકો છો તો હવે આ સંભાર બનીને તૈયાર છે ગેસ બંધ કરી દઈશું

9) છ સાત મિનિટ પછી તમે જોશો તો ઇડલી સરસ રીતે બફાઈ ગઈ હશે તમે એને અડોતો સહેજ પણ હાથમાં ન ચોંટે એવી હોવી જોઈએ એને નીચે ઉતારીને થોડી ઠંડી થવા દો

10) ચટણી બનાવવા માટેની બધી સામગ્રી એક મિક્ષરમાં લઇ લઈએ પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને એને વાટીને તૈયાર કરીએ

11) હવે વઘાર તૈયાર કરવાનો છે તો તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને સૂકું મરચું નાખવાનું અને વઘાર આપણે ચટણી ઉપર નાખીશું તો ચટણી પણ બનીને તૈયાર છે

12) ઈડલી ઠંડી થાય એટલે એને ચપ્પા કે ચમચીની મદદથી અલગ કરો ઈડલી એકદમ સરસ આવી પોચી બનીને તૈયાર થશે

13) હવે આપણો આ સાઉથ ઇન્ડિયન કોમ્બો ઈડલી , સાંભાર અને કોકોનેટ ચટની બનીને તૈયાર છે

Watch This Recipe on Video