હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બારડોલીના પ્રખ્યાત ક્રિસ્પી પાત્રા , આ ખુબજ ટેસ્ટી હોય છે અને આને બનાવીને ૩- ૪ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 20 મિનીટ
બનાવાનો સમય : 30 મિનીટ
સામગ્રી :
500 ગ્રામ અળવીના પાન
500 ગ્રામ બેસન
100 ગ્રામ ચોખાનો લોટ
100 ગ્રામ ગોળ
નાનો આંબલીનો ટુકડો
5 – 6 લીલા મરચા
નાનો આદુનો ટુકડો
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1/2 ચમચી અજમો
2 ચમચી તલ
2 ચમચી વરીયાળી
1 ચમચી કાળા મરી
5 – 6 લવિંગ
નાનો તજનો ટુકડો
2 ચમચી તેલ
પાણી
1/4 ચમચી સોડા
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલા ગોળ આંબલીનું પાણી બનાવવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મુકો પાણી ઉકળે એટલે એમાં ગોળ અને આંબલી નાખો અને એને ૫ – ૭ મિનીટ ઉકલી લો પછી ગેસ બંધ કરી આને ઠંડુ થવા દો પાણી ઠંડુ થાય એટલે આંબલીને મસળી લો

2) જે અળવીના પાન લીધા છે એને ધોઈને લુછીને સાફ કરી લો પછી પાનના પાછળના ભાગમાં જે નસો હોય એને કાઢી લો આ રીતે બધા પાન તૈયાર કરી લો

3) હવે આદુ અને મરચાને સમારીને તૈયાર કરો પછી વેજી ચોપરમાં લઇ એને અધકચરું વાટી લો

4) એક પેન ગરમ કરવા મુકો અને પછી એમાં વરીયાળી,તજ , મરી અને કાળા મરીને ધીમા તાપે શેકી લો પછી એને ઠંડુ થવા દો પછી એને અધકચરું વાટી લો

5) હવે એક વાસણમાં બન્ને લોટ , મસાલા , આદુ મરચા , તેલ અને આંબલીનું પાણી નાખી મિક્ષ કરો પછી જરૂર પ્રમાણે સાદું પાણી ઉમેરતા જઈ આનું ઘટ્ટ ખીરું બનાવીને તૈયાર કરો હવે એને ૧૦ મિનીટ રહેવા દો

6) હવે જે પાન આપણે સાફ કરીને રાખ્યા છે એમાં થી એક પાન લઈ આ રીતે એને ઊંધું મુકો પછી એના ઉપર ખીરું લગાવો અને બીજું પાન મુકો આ રીતે ૪ – ૫ પાન પર ખીરું લગાવી તૈયાર કરી લો પછી બન્ને બાજુ આ રીતે વાળી દો અને પછી એકદમ કઠણ રોલ વાળો છેલ્લે થોડું ખીરું લગાવી રોલને સરસ વાળી લો આ રીતે બધા રોલ બનાવીને તૈયાર કરવા

7) હવે જે રોલ આપણે તૈયાર કર્યા છે એને કાપવાના છે તો એને કાપવા માટે એકદમ સરસ ધાર વાળું ચપ્પુ ઉપયોગમાં લેવું તો જ આ રોલ સરસ કપાશે આ રીતે એને કાપીને તૈયાર કરવા

8) આ રોલને તળવા માટે તેલ ગરમ માટે મુકો અહી મેં દિશાનો નું ઓલીવ ઓઈલ ઉપયોગમાં લીધું છે તેલ સરસ ગરમ થાય એટલે રોલ આમાં નાખીને ધીમા થી મધ્યમ તાપ પર એને સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો , આ રીતે રોલ તળાઈ જાય એટલે એને પેપર નેપકીન પર લઇ લો , આ રોલ એકદમ સરસ આવા ક્રિસ્પી બને છે

9) હવે જો રોલને તમારે તળવા નથી અને બાફીને ઉપયોગ કરવા છે તો ઢોકલીયા માં પાણી ઉકળવા મુકો પછી એક કાણા વાળી જાળી મૂકી એને ઉપર રોલ મૂકી ૨૦ – ૨૫ મિનીટ બાફી લો પછી એ ઠંડા થાય એટલે વઘારીને ખાઈ શકો

10) હવે આ સરસ મજાના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પાત્રા બનીને તૈયાર છે
