વજન અને પેટ ઉતારવું હોય તો બનાવો તળ્યા વગર નો આ હેલ્ધિ નાસ્તો | Oats Moong Dal Tikki | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી નાસ્તા ની રેસિપી જે તમે વજન ઉતારવામાં પણ ખાવાના ઉપયોગમાં લઇ શકો છો અને આ એટલી ટેસ્ટી બને છે કે ઘરમાં દરેક ને ખુબ જ પસંદ આવશે આને તમે સાંજના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો ઓટ્સ અને મગની દાળની ટીક્કી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

1/2 કપ મગની મોગર દાળ

1/2 કપ ઇન્સ્ટન્ટ ઓટ્સ નો પાવડર

3 – 4 ચમચી ઇન્સ્ટન્ટ ઓટ્સ

1/2 વાટકી ફણગાવેલા મગ

3 – 4 લીલા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી હળદર

થોડું ગરમ મસાલો

1 ચમચી લાલ મરચું

થોડો આમચૂર પાવડર

2 ચમચી ઓલીવ ઓઈલ

રીત :

1) સૌથી પહેલાં મગની દાળને ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખો પછી અનું પાણી નિતારીને તેને કુકરમાં લઈ લો એની સાથે અડધો કપ પાણી ઉમેરો અને આની એક વ્હીસલ કરીને દાળને બાફીને તૈયાર કરી લો હવે બાફેલી દાળને એક થાળીમાં લઈને ઠંડી થવા માટે રહેવા દો

2) એક વેજીટેબલ કટર માં લીલા મરચાં ને અધકચરા વાટી લો પછી એમાં ફણગાવેલા મગ નાખીને એને પણ અધકચરા વાટી ને તૈયાર કરી લો તમારે જો આમાં આદુ કે લસણ નાખવું હોય તો પણ આ સમય નાખી શકો છો

3) હવે જે ઇન્સ્ટન્ટ ઓટ્સ લીધા છે એનો મિક્સરમાં પાવડર બનાવીને તૈયાર કરો

4) એક વાટકામાં બાફેલી મગની દાળ અને બાકીની બધી સામગ્રી ઉમેરીને તેને સરસ રીતે મિક્સ કરી લો અને આ રીતે એની ટીક્કી બનાવીને તૈયાર કરો

5) ટીક્કી સેલો ફ્રાય કરવા માટે ફ્રાય પેનમાં ઓલિવ ઓઈલ ને ગરમ થવા દો તેલ ગરમ થાય એટલે ટીક્કી આમાં મુકો અને ધીમા થી મધ્યમ ગેસ ઉપર ટીક્કી ને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે એક બાજુ શેકાઈ જાય એ પછી એને ફેરવીને બીજી બાજુ ક્રિસ્પી થવા દો બંને સાઈડથી ટીક્કી સરસ ક્રિસ્પી શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો

6) હવે આ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધિ ઓટ્સ અને મગની દાળની ટીક્કી બનીને તૈયાર છે જેને ટોમેટો કેચપ સાથે કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો 

Watch This Recipe on Video