હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક નવા સ્વાદમાં હેલ્ધી ઇડલી , આપણે દાળ ચોખા પલાળીને કે સોજીની ઇડલી તો બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે મગની દાળનો ઉપયોગ કરીને ઇડલી બનાવીશું જે હેલ્ધી પણ છે અને પ્રોટીનથી ભરપૂર છે અને જો તમે વજન ઉતારવા માંગતા હોય અને ત્યારે તમારી જો કોઈ હેલ્થી વસ્તુ ખાવાના ઉપયોગમાં લેવી હોય તો પણ તમે ઉપયોગમાં લઈ શકો છો આને તમે સાંજના નાસ્તામાં કે બાળકોને લંચબોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો ચાલો મગની દાળની ઇડલી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 15 મિનિટ
સર્વિંગ : 10 ઇડલી
સામગ્રી :
1/2 કપ મગની મોગર દાળ
1/4 કપ દહી
1 છોલીને છીણેલુ ગાજર
10 – 15 મીઠા લીમડાના પાન
2 – 3 ચમચી સમારેલું કેપ્સીકમ
૨ – ૩ ઝીણા સમારેલા લીલા મરચાં
થોડી સમારેલી કોથમીર
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી હળદર
1/2 ચમચી ઈનો
પાણી જરૂર પ્રમાણે
તેલ જરૂર પ્રમાણે
થોડી રાઈ
રીત :
1) સૌથી પહેલાં મગની દાળને ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખો દાળ સરસ રીતે પડી જાય એ પછી એનું પાણી નિતારીને એને મિક્સર જારમાં લઈ લો આની સાથે દહીં ઉમેરો અને એને વાટીને તૈયાર કરી લો

2) હવે જે ખીરું બનાવીને તૈયાર કર્યું છે એને એક વાટકામાં લઈ લો અને એની સાથે જ શાકભાજી ઉમેરો મીઠું અને હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો

3) હવે વઘારીયા માં તેલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને ગેસ બંધ કરીને તેમાં હિંગ ઉમેરીને આ વઘાર ખીરામાં ઉમેરી દો અને સરસ રીતે મિક્સ કરી લો છેલ્લે આમાં ઈનો ઉમેરો અને એની ઉપર બે ચમચી જેટલું પાણી ઉમેરીને અને સરસ રીતે મિક્સ કરી લઈશું ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે

4) હવે ઈડલી બનાવવા માટેનું મોલ્ડ લઈને એમાં થોડું થોડું તેલ લગાવી દો બનાવેલું ખીરામાં આમાં ભરો ઈડલી ને બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મુકીશું પાણી ઉકળવાનું શરુ થાય એટલે ઈડલી ની થાળી આ માં મૂકી દો અને એને મીડીયમ ગેસ ઉપર ૧૦ થી ૧૨ મિનીટ માટે બાફી લો ઈડલી બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને બહાર લઈ લઈશું અને થોડી ઠંડી થવા દઈશું

5) હવે આ સરસ મજાની ટેસ્ટી અને હેલ્ધિ મગની દાળની ઈડલી બનીને તૈયાર છે અને તમે આને આમ જ કે ટોપરાની ચટણી સાથે સર્વ કરી શકો છો
