ઘરમાં જ રહેલી સામગ્રી થી પાપડી ચાટની પુરી બનાવાની રીત । Sev puri | Papdi chat | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સેવ પુરીમાં કે ચાટમાં વપરાય એવી ક્રિસ્પી પુરી , આ પુરી ઘરે બનાવી ખૂબ જ સરળ છે સાથે જ તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો બહાર કરતાં ઓછા ભાવમાં અને ચોખ્ખી પુરી તમે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 – 15 મિનિટ

સામગ્રી :

1/2 કપ મેંદો

2 ચમચી સોજી

મીઠું સ્વાદ પ્રમાણે

3 નાની ચમચી તેલ

પાણી જરૂર પ્રમાણે

તેલ પૂરી તળવા માટે

સેવ પૂરી બનાવવા માટે :

બનાવેલી પુરી

બાફેલા બટાકા

ખજૂર આમલીની ચટણી

કોથમીર મરચા ની ચટણી

ચાટ નો સ્પેશલ મસાલો

ઝીણી સેવ

લીંબુનો રસ

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં મેદો , સોજી , મીઠું અને તેલ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો

2) હવે એમાં જરૂર પ્રમાણે નવશેકું ગરમ પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધીને તૈયાર કરી લો લોટ વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો રાખવાનો છે લોટ બંધાઈ જાય એ પછી એને ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે રહેવા દો

3) પછી ફરીથી લોટને મસળીને એને બે ભાગમાં વહેંચી દો હવે એમાંથી એક મોટો લુઓ બનાવવો અને એમાંથી મોટો રોટલો વણીને તૈયાર કરી લો

4) હવે કુકી કટરની મદદથી આ રીતે નાની નાની પૂરી કટ કરી લો જે વધારાનો ભાગ છે એને આપણે હટાવી દઈશું તમે ફરીથી આ લોટ માંથી બીજી પૂરી બનાવી શકો છો જે પૂરી વણી છે એના ઉપર કાંટાની મદદથી નિશાન કરી દો જેથી પૂરી ફૂલે નહીં આવી રીતે બધી પૂરી તૈયાર કરીને એને પાંચ મિનિટ માટે સુકાવા દો પુરી નો ઉપર નો ભાગ થોડો સુકાય એટલે એને બીજી બાજુ ફેરવી લેવાની છે

5) પૂરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દો તેલ ગરમ થાય એટલે બનાવેલી પુરી એમાં ઉમેરી દો આને મીડીયમ ગેસ પર એકદમ સરસ ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવા ની છે આ રીતે પૂરી તળાઈ જાય એટલે આપણે એક થાળીમાં લઈશું પુરી ઠંડી થાય એ પછી તમે ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો

6) આમાંથી સેવ પુરી બનાવવા માટે આપણે બનાવેલી પુરી લઈશું એની ઉપર બાફેલા બટાકાનો માવો મુકો તીખી અને મીઠી ચટણી નાખી દો એકદમ ઝીણી સેવ આના ઉપર નાખવાની અને છેલ્લે આમાં થોડો લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરીને સેવપુરી ને સર્વ કરીશું 

Watch This Recipe on Video