5 ખાસ ટીપ્સ સાથે જલેબી બનાવશો તો ફરસાણની દુકાન કરતા પણ સરસ ક્રિસ્પી અને રસદાર જલેબી । Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે ફરસાણ ની દુકાને મળે એવી ક્રિસ્પી અને રસદાર જલેબી કેવી રીતે બનાવી એ જોઈશું આમાં હું તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવીશ જેનાથી તમારી જલેબી એકદમ સરસ પરફેક્ટ બનશે સાથે જ ઠંડી થયા પછી પણ એ એકદમ સરસ રહેશે તો ચાલો અને કેવી રીતે બનાવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 3 વ્યક્તિ

સામગ્રી :

ચાસણી બનાવવા માટે :

1 કપ ખાંડ

1/2 કપ પાણી

પીળો કલર

કેસર ઈલાયચીનો પાવડર

જલેબી બનાવવા માટે :

1/2 કપ મેંદો

1/2 અડધી ચમચી ચોખ્ખું ઘી કે તેલ

1/2 ચમચી ઈનો

પાણી જરૂર પ્રમાણે

ચોખ્ખું ઘી કે તેલ જલેબી તળવા માટે

રીત :

1) સૌથી પહેલા ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ને મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો ખાંડ ઓગળી જાય એટલે એમાં થોડું કેસર નાખો અને મીડીયમ ગેસ ઉપર આને ઉકળવા દો આની સાથે થોડો પીળો કલર ઉમેરી દો આમાં કોઈ તારની ચાસણી નથી બનાવવાની ખાંડ ઓગળી અને પાણી ચીકણું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું  છે પાણી માં ચિકાસ લાગે એટલે ગેસ બંધ કરીને આમાં થોડો ઈલાયચીનો પાવડર ઉમેરી દો ચાસણી બનીને તૈયાર છે

2) હવે જલેબી નું ખીરું બનાવવા માટે એક વાટકામાં મેંદો ચાળી લો હવે આની સાથે જ આપણે ચોખ્ખું ઘી અને ઈનો ઉમેરી દઈશું અને જરૂર થોડુ થોડુ પાણી ઉમેરતા જઈને આનું ખીરું બનાવીને તૈયાર કરી લઈશું ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહી એવું રાખીશું આમાં ગઠ્ઠા ન પડે એ રીતે આનું ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે આ રીતે જલેબી નુ ખીરુ બની જાય એ પછી આપણે એને પ્લાસ્ટિકની જે ટોમેટો કેચપ ની જે બોટલ આવે છે એમાં ભરીશું તમારી પાસે જલેબી મેકર હોય તો એનો ઉપયોગ કરીને પણ તમે જલેબી બનાવી શકો છો

3) હવે જલેબીને તળવા માટે ઘી ગરમ થવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે આ રીતે જલેબી બનાવતા જવા અને જલેબી ને આપણે મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે એક બાજુ એ તળાઈ પછી અને ફેરવીને બીજી બાજુ તળાવા દો બંને બાજુ આ રીતે સરસ તળાઈ જાય એ પછી આપણે જલેબી ને બહાર કાઢી લઈશું

4) તળેલી જલેબી ને હવે ચાસણી ઉમેરી દો જ્યારે તમે જલેબી અને ચાસણીમાં ઉમેરો ત્યારે ચાસણી નવશેકી ગરમ હોવી જોઈએ જો ચાસણી વધારે ગરમ હોય અને તમે જલેબી ઉમેરશો તો એ પોચી થઈ જાય

5) જલેબી ને આપણે ચાસણીમાં લગભગ એક થી દોઢ મિનિટ જ રાખવાની છે એક થી દોઢ મિનિટમાં જલેબી રસદાર થઈ જશે હવે એને ચાસણીમાંથી કાઢીને એક ડીશમાં લઈશું તમે જોઈ શકો છો આમાં અંદર સુધી ચાસણી ગયેલી છે અને સરસ રસદાર જલેબી બની છે

6) હવે આપણી એકદમ સરસ ક્રિસ્પી અને રસદાર જલેબી બનીને તૈયાર છે જેને તમે ફાફડા , ગાંઠિયા કે ઊંધિયા ની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video