ગેરેંટી આટલી સરળ રીતે કેક તમે ક્યારેય નહિ બનાવી હોય । Eggless Cake | Chocolate Cake | Shreejifood

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું બેકરી માં મળે એવી ઈંડા વગરની કેક જેમાં આજે આપણે ચોકો પીનટ બટર કેક બનાવીશું આ કેક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે એકદમ સરસ સોફ્ટ અને સ્પંજી બને છે તો ચાલો બેકરી જેવી કેક કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 20 મિનિટ

સર્વિંગ : 500 ગ્રામ કેક

સામગ્રી :

1/2 કપ દળેલી ખાંડ

1/2 કપ દહી

1 કપ થી થોડો ઓછો મેંદો

2 ચમચી કોકો પાઉડર

1/2 ચમચી બેકિંગ પાવડર

1/4 ચમચી ખાવાનો સોડા

ચપટી મીઠું

3 ચમચી દૂધ કે પાણી

1/4 કપ પીનટ બટર

2 – 3 ટીપા ચોકલેટ કલર

ચોકલેટ ટ્રફલ

ચેરી

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં મેંદાની ચારણીથી મેંદો , બેકિંગ પાઉડર , સોડા અને મીઠું સરસ રીતે ચાળી લો અને હલાવીને મિક્સ કરી લો

2) એક વાટકામાં દળેલી ખાંડ લઈ ચાળી લો પછી એમાં દહીં ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો

3) મિક્સ થાય પછી એમાં તેલ ઉમેરો કેક બનાવવામાં તેલ ફ્લેવર વગર નું ઉપયોગમાં લેવાનું છે તેલ મિક્સ થાય પછી જે મેંદાનું મિશ્રણ ચાળીને રાખવું છે એમાંથી થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈને હલાવતા જાવ જરૂર પ્રમાણે દૂધ કે પાણી ઉમેરીને આનું મીડીયમ થીક ખીરું બનાવી ને તૈયાર કરો આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવું

4) આ રીતે ખીરું બની જાય એ પછી છ ઇંચ નું કેક ટીન લઈ એમાં બટર પેપર લગાવી બનાવેલું ખીરું એમાં લઈ લો અને એને થોડું થપથપાવી દો

5) ઓવનને ૧૮૦ ડિગ્રી ઉપર પ્રિ હીટ  કરી લેવું ઓવન પ્રિ હીટ થાય એટલે કેક ટીન એમાં મુકીને ૧૮૦ ડિગ્રી પર ૩૫ થી ૪૦ મિનીટ માટે બેક કરો

6) કેક બેક થઈ જાય એ પછી એને બે કલાક માટે રહેવા દો કેક ઠંડી થઈ જાય પછી પહેલા એને ચપ્પાની મદદથી ટીનથી અલગ કરો પછી બટર પેપર ઉપયોગમાં લીધુ હોય એ હટાવી દો અને કેકને બે ભાગમાં કટ કરી લો

7) હવે ક્રીમ ને થોડું વ્હીપ કરી લો ક્રીમ વ્હીપ થાય એટલે એમાં પીનટ બટર અને થોડો ચોકલેટ કલર ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી લો

8) હવે કેક નો એક ભાગ લઈ એના ઉપર સુગર સીરપ લગાવો વ્હીપ કરેલું ક્રીમ આના ઉપર લગાવો ક્રીમ નું લેયર થઈ જાય એ પછી ફરી કેક નો બીજો ભાગ મૂકી સુગર સીરપ અને ક્રીમ લગાવો કેક ને સરસ રીતે ક્રીમ થી કવર કરી દો વધારાનું જે ક્રીમ હોય એ હટાવી દો

9) હવે ચોકલેટ ટ્રફલ ને એક પાઈપિંગ બેગમાં ભરી દો અને આ રીતે કેકની ઉપર ડિઝાઇન કરતા જાઓ આ રીતે રાઉન્ડ બની જાય એ પછી ટુથ પીક ની મદદથી એકવાર અંદર અને એક વાર બહાર એમ ડિઝાઇન બનાવો સાઈડ ની કિનારી ઉપર થોડું ચોકલેટ ટ્રફલ લગાવો વચ્ચે ના ભાગ ઉપર થોડું ચોકલેટ ટ્રફલ મૂકી તેના ઉપર એક ચેરી મૂકો ડિઝાઇન તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો

10) આ રીતે કેક બની જાય પછી અને ફ્રીઝ માં ત્રણ થી ચાર કલાક માટે ઠંડી થવા દો પછી કટ કરો આપણી એકદમ સરસ યમ્મી ચોકલેટ કેક બનીને તૈયાર છે

Watch This Recipe on Video