એકવાર આ રીતે ચોળાફળી બનાવશો તો બહારની ભૂલી જશો | Cholafali | Chorafali | Diwali nasta | Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ આજે આપને બનાવીશું ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો ચોળાફળી , જેવી ચોળાફળી બહાર લારી પર મળે છે એવી જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ચોળાફળી ઘરે બનાવવી ખુબજ સરળ છે સાથે જ આપણે આની સ્પેશિયલ ચટણી કેવી રીતે બનાવવી એ પણ જોઈશું તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 25 – 30 મિનિટ

સામગ્રી :

200 ગ્રામ બેસન

100 ગ્રામ અડદનો લોટ

3/4 ચમચી પાપડીયો ખારો

1/2 ચમચી મીઠું

2 ચમચી તેલ

પાણી જરૂર પ્રમાણે

ચટણી બનાવવા માટે :

1.5 – 2 ચમચી બેસન

1કપ પાણી

થોડા પુદીનાના પાન

થોડા કોથમીરના પાન

નાનો આદુનો ટુકડો

થોડો કાળા મરીનો પાઉડર

બરફના ટુકડા

મીઠું સ્વાદ પ્રમાણે

મસાલો બનાવવા માટે :

સંચળ ગરમ મસાલો

લાલ મરચું

આમચૂર પાવડર

કાળા મરીનો પાઉડર

ચપટી મીઠું

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં પાણી લઈ એમાં પાપડીયો ખારો અને મીઠુ ઉમેરીને મિક્સ કરી લો પછી એને ગેસ ઉપર થોડું ગરમ કરી લો મીઠું અને પાપડીયો ખારો સરસ રીતે ઓગળી જાય પછી ગેસ બંધ કરીને એને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દો

2) એક વાસણમાં મેંદાની ચારણીથી બેસનને ચાળીને લો પછી સાથે જ અડદના લોટને ચાળી લઈશું અને આ બંને લોટને સરસ રીતે મિક્સ કરી લો

3) હવે જે પાણી ગરમ કરીને રાખ્યું હતું એમાં તેલ ઉમેરીને મિક્સ કરો અને હવે આ પાણીથી લોટ બાંધી ને તૈયાર કરી લો લોટ ને થોડો કઠણ રાખવાનો છે આ રીતે લોટ બંધાઈ જાય પછી એને ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે રહેવા દો

4) પાંચ દસ મિનિટ પછી લોટને એક વાર મસળી લો પછી થોડો લોટ લઈને હાથમાં આ રીતે એને ખેંચતા જાવ હાથમાં આ રીતે લોટને ખેંચતા ના ફાવે તો તમે પ્લેટફોર્મ ઉપર આ લોટને ખેંચી ને સરસ સુવાળો કરી શકો છો.આ મેથડથી આપણે લોટને ટીપવાની જરૂર નથી પડતી અને ચોળાફળી એકદમ સરસ ફૂલેલી અને ખાવામાં પોચી બને છે તો આ પ્રોસેસ લોટ સુંવાળો થાય ત્યાં સુધી કે લગભગ પાંચ થી સાત મિનિટ સુધી કરીશું આ રીતે લોટ સુંવાળો થઈ જાય એ પછી એમાંથી આ રીતે લાંબા લાંબા રોલ બનાવો લો

5) પછી ચપ્પા કે દોરીની મદદથી કટ કરો અને આ રીતે લૂઆ બનાવીને તૈયાર કરો લુઆ ની ઉપર થોડું તેલ અને કોરો અડદ નો લોટ છાંટી મિક્ષ કરી લો જે લૂઆ બનાવ્યા છે એને તમે પ્લાસ્ટિક ઉપર પણ વણી શકો છો કે ડાયરેક્ટ પાટલી ઉપર વણી શકો છો અત્યારે હું ચોળાફળીને અડદના લોટનું અટામણ લઈ ને વણી લઉં છું અડદના લોટને બદલે તમારે ચોખાનો લોટ કે મેંદો ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય

6) ચોળાફળી ની રોટલી ને એકદમ સરસ પાતળી વણીને તૈયાર કરવાની છે જેટલી પણ રોટલી આપણે વણીને તૈયાર કરીએ એને કોટન ના કપડા ઉપર આ રીતે મૂકી દઈશું અને એકની ઉપર એક રોટલી આ રીતે મુકતા જવાનું છે આ સુકાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે બધી રોટલીઓ બની જાય પછી એમાંથી એક રોટલી લઇ એને આ રીતે કટ કરો એને પુરેપુરુ કટ નથી કરવાનું એનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે જોડાયેલો રાખીશું જેથી એને તળવામાં આસાની રહે

7) હવે ચોળાફળીને તળવા માટે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું તેલ એકદમ સરસ ગરમ થાય એટલે બનાવેલી ચોળાફળી આમાં નાખો અને ધીમા થી મધ્યમ તાપ ઉપર તળી લો ચોળાફળી સરસ ફૂલી જાય એટલે એને ફેરવી દો અને બીજી બાજુ પણ એને તળી લો ચોળાફળી આવી રીતે સરસ આછા બદામી કલર ની અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને વાસણમાં લઈ લઈશું

8) તળેલી બધી ચોળાફળીને થોડીવાર માટે આપણે પેપરમાં રહેવા દઇશું જેથી જો વધારાનું તેલ હશે તો એ નીકળી જશે ચોળાફળી ઠંડી થાય એ પછી તમે આને હાથથી આ રીતે અલગ કરી શકો છો આપણે આના ઉપર કાપા પાડયા હોય એટલે તળ્યા પછી આસાનીથી છૂટી પડી જશે બનેલી ચોળાફળી એકદમ સરસ આવી ક્રિસ્પી બને છે તે ઠંડી થાય એ પછી તમે ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

9) એક વાસણમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરી લો અને ધીમા ગેસ ઉપર લગભગ પાંચ થી સાત મિનિટ માટે ગરમ કરી લો આ રીતે મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરીને આ નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું

10) હવે ચટણી બનાવવા માટેની બધી સામગ્રી આપણે તૈયાર કરી દઈશું ચટણી બનાવતી વખતે આવા ઘાટા તીખા મરચા આવે છે જેને મરચી કહેતા હોઈએ છીએ એ ઉપયોગમાં લેવાની છે મિક્સર જારમાં આ બધી સામગ્રી ઉમેરી દઈશું અને એને વાટીને તૈયાર કરી લઈશું

11) ચટણી નું જે મિશ્રણ વાટીને તૈયાર કર્યું છે એને ઉકાળેલા ચણાના લોટમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો આ ચટણી ને તમે ફ્રીઝમાં મૂકી ઠંડી કરી શકો છો અને જો તરત સર્વ કરવી હોય તો આમાં બરફના ટુકડા ઉમેરીને પણ સર્વ કરી શકો છો

12) હવે આપણે ચોળાફળી પર બનાવેલો મસાલો ચોળાફળી પર છાંટી ડીશમાં લઇ લઈશું હવે આ એકદમ સરસ ટેસ્ટી અને ચોળાફળી સાથે તેની ચટણી બનીને તૈયાર છે

Watch This Recipe on Video