હેલો ફ્રેન્ડ આજે આપણે તાજી તુવેરના દાણા નો ઉપયોગ કરીને સરસ મજાના વડા કેવી રીતે બનાવવા એ જોઇશું આ વડાને તુવેર ના વડા , તુવેર ની પેટીસ કે પછી તુવેર ના ઢેકરા પણ કહેતા હોય છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે જ તમે આને બનાવીને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ વડાને તમે સાંજે ચા કે કોફીની સાથે કે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા જોઈ લેઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 15 મિનિટ
સર્વિંગ : 40 – 45 વડા
સામગ્રી :
1 મોટો વાડકો તુવેરના દાણા (150ગ્રામ)
5 – 6 લીલા મરચા
થોડું આદુ
4 – 5 કળી લસણ (નાખવું હોય તો)
1/2 વાટકી પાણી
1 વાડકી ચોખાનો લોટ
1 વાટકી જુવારનો લોટ
1/2 વાટકી બાજરીનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચી હળદર
2 ચમચી તેલ
3 ચમચી તલ
સમારેલી કોથમીર
4 ચમચી ગોળ
તેલ તળવા માટે
રીત :
1) સૌથી પહેલાં તો આપણે જે તુવેર ના દાણા લીધા છે એમાંથી અડધા દાણા કુકરમાં ઉમેરી દો એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરો અને એની સાથે જ થોડું મીઠું અને હળદર ઉમેરીને આની મીડીયમ ગેસ પર 1 વ્હીસલ કરી લો

2) 1 વ્હીસલ પછી કુકર ઠંડું થઈ જાય એટલે દાણાને ચેક કરી લેવા દાણાને તમે હાથથી દબાવો ત્યારે સરળતાથી દબાઈ જવા જોઈએ હવે આને આપણે સાઈડ માં મૂકી દેઈશુ

3) હવે એક વેજીટેબલ ચોપર લઇ એમાં બાકીના તુવેરના દાણા અને આદુ મરચાં ઉમેરીને તેને અધકચરા વાટી ને તૈયાર કરી લો તમારે જો લસણ ઉમેરવું હોય તો આની સાથે જ ઉમેરી દેવું

4) હવે જાડા તળિયાવાળી એક કડાઈમાં પાણી ઉમેરીને એને ગરમ થવા દો પાણી ગરમ થાય એટલે તેમાં બધા મસાલા એની સાથે અધકચરા વાટેલા તુવેરના દાણા , બાફેલા તુવેરના દાણા અને સમારેલી કોથમીર ઉમેરી એને એકવાર મિક્સ કરી લઈશું પછી એમાં તેલ ઉમેરો અને પાણીને એક મિનિટ માટે ઊકળવા દો

5) પાણી ઉકળી જાય પછી ગેસ ધીમો કરીને ત્રણે લોટામાં આમાં ઉમેરો અને લોટને ધીમા ગેસ ઉપર વેલણ કે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લો લોટ મિક્સ થઇ જાય પછી એના ઉપર ઢાંકણ ઢાંકીને એને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચઢવા દો

6) પાંચ મિનિટ પછી લોટ સરસ રીતે બફાઈ જાય એટલે તેને એક વાર હલાવી લો અને ગેસ બંધ કરીને નીચે ઉતારીને ઠંડો થવા દો લોટ ઠંડો થઈ જાય ત્યારબાદ થોડું તેલ લઈને તેને સરસ રીતે મસળીને સુંવાળો કરી લો જે રીતે આપણે લોટ બાંધતા હોઇએ એ રીતે આને મસળવાનો છે લોટ સરસ મસળાવો ખૂબ જ જરૂરી છે

7) લોટ મસળાઈ જાય એ પછી એમાંથી થોડું મિશ્રણ લઇ ને બે હાથની મદદથી એને દબાવીને સરસ વડા બનાવીને તૈયાર કરો

8) હવે વડા ને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બનાવેલા વડા એમાં ઉમેરીને મીડીયમ ગેસ ઉપર તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા વડા આવા સરસ તળાઈ જાય એટલે આપણે એક ડીશમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરીશું

9) આ બનાવેલા વડા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં પોચા બને છે આ એકદમ ઠંડા થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરી ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો આ ખુબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો
