હેલો ફ્રેન્ડ આજે આપણે ઉનાળામાં ખાવાની મજા આવે એવા ચાર અલગ-અલગ પ્રકારના રાયતા કેવી રીતે બનાવવા એ જોઈશું જેમાં આપણે કાકડીનું , બુંદીનું , મિક્સ વેજીટેબલ અને ગાજરનુ રાયતુ કેવી રીતે બનાવવું એ જોઈશું આ બધા રાયતા ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે સાથે જ આને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લેઇએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સામગ્રી :
કાકડીનું રાયતું બનાવવા માટે :
ચાર ચમચી દહીં
૩ ચમચી છીણેલી કાકડી
ઝીણા સમારેલા લીલા મરચાં
સમારેલી કોથમીર
ચપટી ખાંડ
ચપટી મીઠું
શેકેલા જીરાનો પાવડર
બુંદી નુ રાયતુ બનાવવા માટે :
ચાર ચમચી દહીં
ચાર ચમચી તીખી બુંદી
કાશ્મીરી લાલ મરચું
ચપટી મીઠું
સમારેલી કોથમીર
શેકેલા જીરાનો પાવડર
ગાજર નુ રાયતુ બનાવવાની રીત :
૪ ચમચી દહીં
2 ચમચી છીણેલું ગાજર
ચપટી મીઠું
શેકેલા જીરાનો પાવડર
થોડું લાલ મરચું
સમારેલા લીલા મરચાં
સમારેલી કોથમીર
વેજીટેબલ રાયતું બનાવવા માટે :
ચારથી પાંચ ચમચી દહીં
૧ ચમચી ઝીણા સમારેલા ટામેટા
એક ચમચી ઝીણી સમારેલી કાકડી
૧ ચમચી ઝીણા સમારેલા ગાજર
બે ચમચી ઝીણી સમારેલી કોબીજ
થોડા સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
કાશ્મીરી લાલ મરચું
મીઠું
શેકેલા જીરાનો પાવડર
ચપટી ખાંડ
રીત :
1) સૌથી પહેલા કાકડીનું રાયતું બનાવવા માટે એક વાટકામાં દહીં લઈ લો પછી આમાં છીણેલી કાકડી અને બધા મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો પછી એને વાડકામાં લઈને એના ઉપર શેકેલા જીરાનો પાઉડર અને સમારેલી કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કરી દો કાકડીનું રાયતું તૈયાર છે

2) બુંદી નું રાઇતું બનાવવા માટે એક વાટકામાં દહીં લઈ લો એમાં ઉમેરો અને બાકીના બધા મસાલા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો પછી એક વાટકામાં લઈને એના ઉપર શેકેલા જીરાનો પાઉડર લાલ મરચું અને કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કરી લો તો આ બુંદી રાયતું પણ બનીને તૈયાર છે

3) હવે કાકડીનું રાયતું બનાવવા માટે એક વાટકામાં દહીં લઈ લો તેમાં છીણેલું ગાજર ઉમેરી દેવું અને બાકીના મસાલા ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો પછી એને વાટકામાં લઈને એના ઉપર શેકેલા જીરાનો પાઉડર , લાલ મરચું અને કોથમીર ઉમેરીને એનું ગાર્નિશિંગ કરી લો આ ગાજરનું રાયતું પણ બનીને તૈયાર છે

4) વેજીટેબલ રાયતું બનાવવા માટે એક વાટકામાં દહીં લઈ લો એમાં બધા સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો પછી એને એક વાટકામાં લઈને એના ઉપર શેકેલા જીરાનો પાઉડર , લાલ મરચું અને કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કરી દો તો વેજીટેબલ રાયતું પણ બનીને તૈયાર છે

5) હવે આ રાઈતા બનીને તૈયાર છે આ ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ છે અને આને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો જરૂર ટ્રાય કરજો
