ઉનાળાની શરુઆતજાય એની સાથે જ આખા વર્ષની સુકવણીની વસ્તુ બનાવવાની શરૂઆત થઈ જાય આજે આપણે બનાવીશું ચોખાના લોટ નાસ્ટાર.આસ્ટાર બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં એકદમ પોચા બને છે એને એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ
સામગ્રી :
- ૫૦૦ ગ્રામ ચોખા નો લોટ (૧ તપેલી )
- ૧૦ ગ્રામ પાપડખાર(પાપડિયો ખારો )
- ૨ તપેલી પાણી (લોટ માપ્યો હોય એ જ તપેલી લેવી )
- ૧/૨ ચમચી અધકચરું વાટેલું જીરું
- ૧૦-૧૨ વાટેલા મરચા
- મીઠું સ્વાદ પ્રમાણે
રીત :
1)સૌથી પહેલા ચોખાનો લોટ લઈ ચાળી આ રીતે તપેલી માં ભરી દો

2) હવે એ જ તપેલીનામાપથી ૨ તપેલી પાણી લઈ ગરમ કરવા મુકો અને તેમાં મીઠું અને જીરું ઉમેરી ઉકળવા દો

3) ૫ મિનીટ પછી એમાં વાટેલા મરચા ઉમેરી ફરી ૫ મિનીટ ઉકાળો

4) હવે એમાં પાપડિયો ખારો ઉમેરો અને ૫ મિનીટ ઉકાળો પાણી ને ટોટલ ૧૫ મિનીટ ઉકાળી લેવાનું છે

5) હવે ગેસ ધીમો કરી એમાં ચોખાનો લોટ ઉમેરો તેને નીચે ઉતારી વેલણ ની મદદ થી સરસ મિક્ષ કરી લો

6) તવી ગરમ કરવા મુકો અને તેના પર આ ખીચાનું તપેલું મૂકી ધીમા ગેસ પર ૧૦ મિનીટ રહેવા દો

7) સેવ બનાવવાનો સંચો લઈ તેમાં જે સ્ટારની જાળી હોય છે એ અત્યારે વાપરવાની છે તો જાળીને અને સંચાને તેલ લગાવી તૈયાર ખીચું એમાં ભરી દો

8) કોટન ના કપડા પર આ રીતે લાંબા લાંબા સ્ટાર બનવી દો અને એને તાપ માં કે ઘર માં સુકાવા દો

9) ૩-૪ દિવસ માં આ સુકાઈ જશે

10) તેલ સરસ ગરમ થાય એટલે સ્ટાર ને તળી લો

11) હવે આપણા ચોખાના લોટના સ્ટાર તૈયાર છે

નોંધ :
લોટ મિક્ષ કરતી વખતે ક્યાંય કોરો લોટ ના રહે તેનું ખાસ દયાન રાખવું નહી તો ખીચામાં કોરા લોટની કણી પડે અને જો કણી પડે તો સેવ કે સ્ટાર તમે જે કરો એ બગડી જવાના ચાન્સ રહે તો એ વાત નું ખાસ દયાન રાખવું ,તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ સ્ટાર તળો તો એ સરસ તળાશે,જો ચોખા જુના હોય તો પાણી હજુ થોડું વધારે જોઈશે આનું ખીચું પાપડ કરતા ઢીલું હોય એટલે પાણીનું ખાસ દયાન રાખવું