હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું મસાલા ટોસ્ટ જે ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો આને તમે બાળકોને સાંજના નાસ્તામાં કે લંચ બોક્ષમાં પણ બનાવીને આપી શકો છો આમાં મેં બ્રેડની સાથે સ્ટફિંગમાં શાકભાજી નો પણ ઉપયોગ કર્યો છે જેથી બાળકો આ રીતે આવી રેસિપીમાં શાક પણ ખાઈ લે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારી નો સમય – ૫ – ૧૦ મિનીટ
બનાવવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૩ – ૪ વ્યક્તિ
સામગ્રી :
ઘઉં કે મેંદા ની બ્રેડ
૪ બાફેલા બટાકા નો માવો
પાલક
કોબીજ
ટામેટા
કોથમીર
ગાજર
લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ચમચી વાટેલા લીલા મરચા
ચીલી ફ્લેક્ષ
થોડો ચાટ મસાલો
ચપટી ગરમ મસાલો
બેસન ની પેસ્ટ બનાવવા માટે :
૧૦૦ ગ્રામ બેસન
૧ ચમચી કોર્ન ફ્લોર કે ચોખા નો લોટ
ચપટી હળદર
મીઠું
પાણી
રીત :
1) એક વાટકામાં બાફેલા બટાકાને છોલીને માવો કરી લો પછી એમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો સાથે જ બધા મસાલા કરો અને સરસ રીતે મિક્ષ કરી લો.

2) હવે એક વાટકામાં ચણાના લોટમાં હળદર અને કોર્ન ફ્લોર એડ કરી પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સરસ ખીરું બનાવી લો એમાં ગાઠા ના પડે એનું ધ્યાન રાખવું.

3) હવે કિનારી કાપેલી બ્રેડ લઇ એના પર બટર લગાવો પછી તૈયાર કરેલું સ્ટફિંગ લગાવો અને જે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે એનું પાતળું લેયર કરો

4) હવે આને શેકવા માટે એક તવી માં થોડું બટર લગાવી ગરમ કરો પછી લોટ વાળો ભાગ નીચે જાય એ રીતે બ્રેડને મુકો એકબાજુ શેકાય જાય એટલે એને ફેરવી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી શેકી લો.

5) બ્રેડ સરસ ક્રિસ્પી થઇ જાય એટલે એને બે ભાગમાં કાપી લો.

6) તેના સર્વિંગ માટે તેના પર ટોમેટો કેચપ , ચટણી ,સેવ અને કોથમીર નાખો (જે ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ નાખી શકો)
