વરસાદની સિઝનમાં ભજીયા ખાવાની ખુબ જ મજા આવે તો જનરલી બધાના ત્યાં દાળવડા , બટાકાના પીતાના ભજીયા , બટાટાવડા , મરચાના કે મેથીના ગોટા તો બનતા જ હોય પણ આજે આપણે એક અલગ જ ફ્લેવરના ભજીયા બનાવીશું જે ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવા છે અને ફટાફટ પણ બને છે સાથે હેલ્ધી છે કેમકે આમાં આપણે શાકભાજીનો પણ વધારે ઉપયોગ કરીશું તો ચાલો રેસીપી જોઈ લો .
સામગ્રી :
- ૨ ગાજર
- ૨ કેપ્સીકમ
- ૨૦૦ ગ્રામ કોબીજ
- ૪ – ૫ લીલા મરચા
- ૫૦ ગ્રામ કોથમીર
- ૧૦૦ – ૧૫૦ ગ્રામ બેસન
- મીઠું સ્વાદ પ્રમાણે
- ૧ નાની ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી ગરમ મસાલો / મેગી મસાલો
- ચપટી કાળા મરીનો પાવડર
- ૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ
- ૩ ચમચી કોર્ન ફ્લોર / ચોખાનો લોટ
- ૧ પેકેટ બાફેલા નુડલ્સ / મેગી
- પાણી જરૂર પ્રમાણે
- તેલ ( તળવા માટે )
તૈયારી નો સમય – ૧૦ મિનીટ
બનાવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ – ૪ – ૫ વ્યક્તિ
રીત :
1)સૌથી પહેલા બધું શાકભાજી ચીલી કટરમાં કે ફૂડ પ્રોસેસરમાં ઝીણું સમારી લો , અને એને એક વાટકામાં લઇ લો .( જે લોકો ડુંગળી અને લસણ ખાતા હોય આમાં જ ઉમેરી શકે )

2) એમાં બધા મસાલા કરી મિક્ષ કરો ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ અને કોર્ન ફ્લોર ઉમેરી મિક્ષ કરી લો .

3) હવે એમાં બેસન ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો .

4) તેલ ગરમ કરવા મુકો હવે ગરમ થયેલા તેલમાંથી ૨ ચમચી ગરમ તેલ તૈયાર ખીરામાં ઉમેરી મિક્ષ કરી સરસ રીતે થોડું ફેટી લો .(આમાં સોડા નાખવાની જરૂર નથી કમક શાકભાજીની માત્રા આપણે આમાં વધારે જ લીધી છે જો શાક ઓછું લેતા હોવ તો ચપટી સોડા નાખી શકો )

5) ગરમ તેલ આમાંથી મીડીયમ સાઈઝના ભજીયા મુકો અને એને મીડીયમ ગેસ પર તળો .

6) આવા સરસ ક્રિસ્પી અને લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ,ત્યારબાદ તેને પેપર નેપકીન પર કાઢી લો .

7) ગરમા ગરમ ભાજીયાને ટોમેટો કેચપ કે ચટણીની સાથે સર્વ કરો .
